વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૪ પાન ૭-૮
  • નિયામક જૂથ તરફથી પત્ર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નિયામક જૂથ તરફથી પત્ર
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૪/૧૪ પાન ૭-૮

નિયામક જૂથ તરફથી પત્ર

વહાલા સાથીદારો,

આ અજોડ વર્ષની શરૂઆતમાં તમને પત્ર લખવાથી અમને ખૂબ આનંદ થાય છે. દુશ્મનો મધ્યે આપણા પ્રિય રાજા ઈસુ ખ્રિસ્તે રાજ કરવાનું શરૂ કર્યું, એને ૨૦૧૪ના લગભગ અંત ભાગમાં સો વર્ષ થશે.​—⁠ગીત. ૧૧૦:​૧, ૨.

આ સેવા વર્ષની શરૂઆતમાં વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયામાં એન્યુઅલ મિટિંગ ભરાઈ હતી. એ સમયે ન્યૂ વર્લ્ડ બાઇબલ ટ્રાંસલેશન સમિતિએ અંગ્રેજીમાં સુધારા-વધારા કરીને સહેલાઈથી સમજી શકાય એવું સૌથી ઉત્તમ અનુવાદ થયેલું બાઇબલ બહાર પાડ્યું. સાઠથી વધુ વર્ષ પહેલાં યહોવાએ પોતાની શક્તિથી પસંદ કરેલા દીકરાઓ દ્વારા ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બહાર પાડ્યું હતું. (રોમ. ૮:​૧૫, ૧૬) એ બતાવે છે કે અનુવાદ થયેલું આ બાઇબલ બહુ અજોડ છે, ખરુંને?

ઘણાં વર્ષોથી નિયામક જૂથની લેખન સમિતિ માટે બાઇબલનો અનુવાદ કરવો ખૂબ મહત્ત્વનું છે. આજે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન આખું કે અમુક ભાગમાં ૧૨૧ ભાષાઓમાં પ્રાપ્ય છે. તમને ઉત્તેજન આપીએ છીએ કે એ બાઇબલની તમે કેટલી કદર કરો છો એ યહોવાને બતાવો. એ રોજ વાંચો અને એના પર મનન કરો. એમ કરવાથી એના લેખક યહોવા ઈશ્વરની નજીક તમે આવશો.​—⁠યાકૂ. ૪:⁠૮.

આપણાં વહાલાં ભાઈ-બહેનો કસોટી સહી રહ્યાં છે એ સાંભળીને અમને દુઃખ થાય છે. એ કારણથી સમજી શકાય કે અમુક ભાઈ-બહેનો માટે આનંદી રહેવું મુશ્કેલ હોઈ શકે. એશિયામાં રહેતા એક કુટુંબનો દાખલો લઈએ. તાજેતરમાં અચાનક તેઓની મમ્મીને સાવ લકવો મારી ગયો. એનાથી તેઓના જીવનમાં ઉથલપાથલ થઈ ગઈ. ડૉક્ટરો સાવ મૂંઝાઈ ગયા અને તેમની સ્થિતિમાં સુધારો લાવી ન શક્યા. કેટલું દુઃખદ કહેવાય. હવે પતિ ચોવીસ કલાક તેમની પત્નીની સારસંભાળ રાખે છે. તેઓનો દીકરો અને બે દીકરીઓ યહોવાના ભક્તો હોવાથી માબાપને મદદ આપવામાં સારો દાખલો બેસાડે છે. આ કુટુંબની જેમ તમે પણ અનેક કસોટીઓમાંથી પસાર થયા હોવાથી તમારી શ્રદ્ધાની ચકાસણી થઈ એનાથી આનંદ થતો હશે. (યાકૂ. ૧:​૨-૪) યહોવા પોતાના અભિષિક્તો અને બીજા ઘેટાંના ભાઈબહેનોને ખાતરી આપે છે કે કસોટીઓ સહન કરવાથી આપણે આનંદી થઈશું. કેમ કે, આપણને આશીર્વાદ તરીકે કાયમ માટેનું જીવન મળશે.​—⁠યાકૂ. ૧:⁠૧૨.

ગયા વર્ષે સ્મરણપ્રસંગમાં ૧,૯૨,૪૧,૨૫૨ લોકો આવ્યા હતા. આટલા બધા લોકોએ એ મહત્ત્વની સભામાં હાજર રહીને યહોવા અને ઈસુ ખ્રિસ્તની કદર બતાવી એ કેટલું ઉત્તેજનકારક છે! માર્ચ અને એપ્રિલ મહિનામાં વીસ લાખ કરતાં વધારે ભાઈબહેનોએ સહાયક પાયોનિયરીંગ કરીને યહોવાને મહિમા આપ્યો. કેટલી ખુશીની વાત! તમને એ જાણીને પણ આનંદ થયો હશે કે સરકીટ નિરીક્ષકની મુલાકાત દરમિયાન સહાયક પાયોનિયરીંગ કરતા ભાઈબહેનો આખી પાયોનિયર મિટિંગમાં બેસી શકે છે, પછી ભલે એ મુલાકાત માર્ચ અને એપ્રિલ મહિનામાં ન હોય. યહોવાના ભક્તો સમજે છે કે પ્રચારકાર્ય અને મંડળની પ્રવૃત્તિઓમાં લાગુ રહેવું કેટલું મહત્ત્વનું છે. એનાથી આપણને શ્રદ્ધામાં દૃઢ અને અડગ રહેવા મદદ મળે છે. તેમ જ, આપણી શ્રદ્ધાને કમજોર કરવા અને યહોવાથી દૂર લઈ જવા શેતાન જે પ્રયત્નો કરે છે એને અટકાવી શકીએ છીએ.​—⁠૧ કોરીં. ૧૫:⁠૫૮.

ગયા સેવા વર્ષ દરમિયાન ૨,૭૭,૩૪૪ લોકોએ યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું. હવે તેઓ આખી દુનિયામાં રહેતાં ભાઈબહેનો સાથે જીવનના માર્ગે ચાલી રહ્યાં છે. એ જાણીને આપણો ઉત્સાહ કેટલો વધે છે! (માથ. ૭:​૧૩, ૧૪) આ નવા લોકોને “વિશ્વાસમાં દૃઢ” રહેવા આપણા સાથની જરૂર છે. (કોલો. ૨:૭) અંત સુધી ટકી રહેવા એકબીજાને ઉત્તેજન આપતા રહીએ. (માથ. ૨૪:૧૩) ઉદાસ લોકોને ‘ઉત્તેજન આપીએ, નિર્બળોને આશ્રય આપીએ, સઘળાંની સાથે સહનશીલ થઈએ.’ (૧ થેસ્સા. ૫:૧૪) ચાલો, “તારું રાજ્ય આવો” એમ કહીને આપણે બધા “નિત્ય પ્રાર્થના” કરતા રહીએ.​—⁠૧ થેસ્સા. ૫:૧૭; માથ. ૬:⁠૧૦.

તમે યહોવાના સર્વ ભક્તો અમને ખૂબ જ વહાલા છો!

તમારા ભાઈઓ,

યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો