જાહેરાતો
માર્ચ અને એપ્રિલ માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! જ્યારે ફરી મુલાકાત કરો ત્યારે બાઇબલ શીખવે છે પુસ્તક બતાવો અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. મે અને જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? અથવા આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે, કૌટુંબિક જીવનનો આનંદ માણો, જન્નતનો માર્ગ કઈ રીતે મેળવી શકાય?, શાંતિપૂર્ણ નવી દુનિયામાં જીવન, યહોવાહના સાક્ષીઓ શું માને છે?, મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે? શું તમે બાઇબલ વિષે વધુ જાણવા ઇચ્છો છો? અને સાચો માર્ગ કયો છે? જો વ્યક્તિને રસ પડે તો બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવવો એ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અથવા ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી બતાવો.
સોમવાર, એપ્રિલ ૧૪, ૨૦૧૪ના રોજ સ્મરણપ્રસંગ ઊજવવામાં આવશે. જો તમારું મંડળ સોમવારે સભા રાખતું હોય, તો કિંગ્ડમ હૉલ પ્રાપ્ય હોય એવા બીજા કોઈ દિવસે એ સભા રાખવી જોઈએ. જો એ શક્ય ન હોય તો એ અઠવાડિયાની મિટિંગ કેન્સલ કરી શકો. વડીલોના સેવક ગોઠવણ કરશે કે સેવા સભામાંથી જે ભાગો તમારા મંડળ માટે વધારે મહત્ત્વના છે, એ એજ મહિને બીજા કોઈ અઠવાડિયાની સેવા સભામાં લઈ શકાય.
૨૦૧૪ સેવા વર્ષના બીજા ભાગ માટે સરકીટ નિરીક્ષકના જાહેર પ્રવચનનો વિષય હશે: ‘દુનિયાની દુઃખ-તકલીફોમાંથી બચવું.’