દેવશાહી સેવા શાળા સમીક્ષા
ફેબ્રુઆરી ૨૪, ૨૦૧૪થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
૧. શેતાને હવાનું ધ્યાન શેના પર દોર્યું અને મના કરેલું ફળ ખાઈને હવાએ શું સાબિત કર્યું? (ઉત. ૩:૬) [જાન્યુ. ૬, w૧૧ ૫/૧ પાન ૧૮-૧૯ ફકરા ૫]
૨. હાબેલે કઈ રીતે ઈશ્વરમાં શ્રદ્ધા મજબૂત કરી અને એનું શું પરિણામ આવ્યું? (ઉત. ૪:૪, ૫; હિબ્રૂ ૧૧:૪) [જાન્યુ. ૬, w૧૩ ૧/૧ પાન ૧૨ ફકરા ૩; પાન ૧૪ ફકરા ૫-૬]
૩. લોકોને કઈ રીતે ખબર હતી કે યહોવાની નજરમાં કયાં કયાં પ્રાણીઓ શુદ્ધ કે અશુદ્ધ હતાં? (ઉત. ૭:૨) [જાન્યુ. ૨૭, w૦૪ ૧/૧ પાન ૨૯ ફકરો ૭]
૪. ઉત્પત્તિ ૧૯:૧૪-૧૭ અને ૨૬માં જણાવ્યા પ્રમાણે લોત અને તેની પત્નીના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? [જાન્યુ. ૨૭, w૦૩ ૧/૧ પાન ૧૬-૧૭ ફકરો ૨૦]
૫. પોતાનાં વચનો સાચાં પડશે એ સાબિત કરવા યહોવાએ કેમ ઈબ્રાહીમની આગળ સમ ખાધા? (ઉત. ૨૨:૧૫-૧૮) [ફેબ્રુ. ૩, w૧૨ ૧૦/૧ પાન ૨૫ ફકરો ૭]
૬. ઉત્પત્તિ ૨૫:૨૩માં ભાખવામાં આવ્યું હતું કે “વડો નાનાનો દાસ થશે.” એમાંથી આપણને મહત્ત્વનું કયું સત્ય શીખવા મળે છે? [ફેબ્રુ. ૧૦, w૦૩ ૧૦/૧૫ પાન ૨૯ ફકરો ૨]
૭. યાકૂબે સપનામાં જે ‘સીડી’ જોઈ એનો શું અર્થ થાય? (ઉત. ૨૮:૧૨, ૧૩) [ફેબ્રુ. ૧૦, w૦૪ ૧/૧૫ પાન ૨૮ ફકરો ૬]
૮. શા માટે રાહેલ અમુક કંદમૂળ પસંદ કરે છે? (ઉત. ૩૦:૧૪, ૧૫) [ફેબ્રુ. ૧૭, w૦૪ ૧/૧૫ પાન ૨૮ ફકરો ૭]
૯. યાકૂબની જેમ આશીર્વાદ પામવા આપણે શું કરવું જોઈએ? (ઉત. ૩૨:૨૪-૨૯) [ફેબ્રુ. ૨૪, w૦૪ ૧/૧૫ પાન ૨૮ ફકરો ૯]
૧૦. દીનાહ જે ફાંદામાં પડી એવા ફાંદા ટાળવાની એક રીત કઈ છે? (ઉત. ૩૪:૧, ૨) [ફેબ્રુ. ૨૪, w૦૧ ૮/૧ પાન ૨૦-૨૧]