જૂન ૨૪નું અઠવાડિયું
ગીત ૨૩ (187) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૭, ફકરા ૧-૧૦ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: પ્રેરિતોનાં કૃત્યો ૮-૧૦ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
□ સેવા સભા:
ગીત ૬ (43)
૧૦ મિ: “એક વિષય ચમકાવો, બંને મૅગેઝિનો આપો.” ટૉક. પાન ૪ ઉપર આપેલી રજૂઆત વાપરીને દૃશ્યથી બતાવો કે જુલાઈના પહેલા શનિવારે કઈ રીતે અભ્યાસ શરૂ કરી શકાય.
૧૦ મિ: આપણું કામ નકામું નહિ જાય. (૧ કોરીં. ૧૫:૫૮; હિબ્રૂ ૬:૧૦) ચર્ચા. ઘણાં વર્ષોથી સત્યમાં હોય એવા પ્રકાશકોને અગાઉનાં વર્ષોમાં કઈ રીતે પ્રચાર કરવામાં આવતો હતો એની વિગતો જણાવવા કહો. મંડળમાં કેટલા લોકો હતા? મંડળે કેટલા વિસ્તારમાં પ્રચાર કરવાનો હતો? રાજ્યના સંદેશામાં લોકોએ કેવો રસ બતાવ્યો? તમે કેવી સતાવણી સહી? વર્ષો વીત્યાં એમ રાજ્યનો સંદેશો ફેલાવાના કામમાં કેવી પ્રગતિ થઈ છે?
૧૦ મિ: જુલાઈ અને ઑગસ્ટની સાહિત્ય ઑફર. ચર્ચા. જે મોટી પુસ્તિકાઓ ઑફર કરવાના હોઈએ એના મુખ્ય મુદ્દાઓ પર વિચાર કરો. દૃશ્યથી બતાવો કે એમાંની બે પુસ્તિકાઓ કઈ રીતે આપી શકાય. એક દૃશ્ય ખુશખબર પુસ્તિકામાંથી હોવું જોઈએ. એ માટે પાન ૪ ઉપર આપેલી રજૂઆત અથવા આપણી રાજ્ય સેવા માર્ચ ૨૦૧૩માંથી એક રજૂઆત વાપરો.
ગીત ૮ (51) અને પ્રાર્થના