જાહેરાતો
◼ ફેબ્રુઆરી માટે સાહિત્ય ઑફર: ૩૨ પાનની આ પુસ્તિકાઓમાંથી કોઈ પણ વાપરો: સર્વ લોકો માટેનું પુસ્તક, બાઇબલનો સંદેશો શું છે?, જીવનનો હેતુ શું છે—એ તમે કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું—કઈ રીતે? ફરી મુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. માર્ચ અને એપ્રિલ: ચોકીબુરજ અને સજાગ બનો! જ્યારે ફરી મુલાકાત કરો ત્યારે બાઇબલ શીખવે છે પુસ્તક બતાવો અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. મે અને જૂન: આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે, કૌટુંબિક જીવનનો આનંદ માણો, જન્નત ક્યાં હશે?, શું આપણે કર્મના કર્યા ભોગવીએ છીએ?, યહોવાહ—તે કોણ છે?, શાંતિપૂર્ણ નવી દુનિયામાં જીવન, મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે? અને શું આ જગત બચશે? જો વ્યક્તિને રસ પડે તો બાઇબલ અભ્યાસ કેવી રીતે ચલાવવો એ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અથવા ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકામાંથી બતાવો.
◼ સ્મરણપ્રસંગ ટૉકની ૨૦૧૩માં નવી આઉટલાઈન તૈયાર કરવામાં આવી છે. તેથી, ટૉક આપનાર ભાઈએ એનો ઉપયોગ કરવો જોઈએ. એનો વિષય છે: “ખ્રિસ્તે આપણા માટે જે કર્યું એની કદર બતાવીએ!”
◼ ૨૦૧૩ના સ્મરણપ્રસંગના સમયગાળામાં ખાસ પ્રવચન આપવામાં આવશે. એનો વિષય છે: “મરણ પછી આપણું શું થાય છે?”