દેવશાહી સેવા શાળા સમીક્ષા
ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૩થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના સવાલોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા સવાલની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ સવાલનું સંશોધન કરી શકીએ.
૧. ઈસુએ કેમ એવું કહ્યું કે “જેઓ શોક કરે છે” તેઓને ધન્ય છે? (માથ. ૫:૪) [જાન્યુ. ૭, w૦૯ ૨/૧ પાન ૧૬ ફકરો ૬]
૨. ઈસુએ શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું એમાં આનો શું અર્થ થાય: “અમને પરીક્ષણમાં ન લાવ”? (માથ. ૬:૧૩) [જાન્યુ. ૭, w૦૪ ૨/૧ પાન ૧૬ ફકરો ૧૩]
૩. શા માટે ઈસુએ કહ્યું કે “માણસનો દીકરો આવે ત્યાં સુધી”માં શિષ્યો પ્રચારકામ પૂરું કરી શકશે નહિ? (માથ. ૧૦:૨૩) [જાન્યુ. ૧૪, w૧૦ ૯/૧ પાન ૧૩ ફકરો ૧૨; w૯૦ ૯/૧ પાન ૮ ફકરો ૬]
૪. ઈસુએ રાઈના દાણાનું ઉદાહરણ આપ્યું એ કઈ બે બાબતો પર ભાર મૂકે છે? (માથ. ૧૩:૩૧, ૩૨) [જાન્યુ. ૨૧, w૦૮ ૭/૧ પાન ૨૫-૬ ફકરા ૩-૮]
૫. ‘પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને ઈસુની પાછળ’ જવાનો શું અર્થ થાય? (માથ. ૧૬:૨૪) [જાન્યુ. ૨૮, w૦૫ ૩/૧૫ પાન ૧૧-૧૨ ફકરા ૭-૧૧]
૬. યહુદા ઈસકારીઓતને શાનો પસ્તાવો થયો? (માથ. ૨૭:૩-૫) [ફેબ્રુ. ૧૧, w૦૮ ૧/૧ પાન ૩૧ ફકરો ૯]
૭. ઈસુએ પોતાને “વિશ્રામવારનો પણ પ્રભુ” કેમ કહ્યો? (માર્ક ૨:૨૮) [ફેબ્રુ. ૧૮, w૦૮ ૨/૧ પાન ૩૧ ફકરો ૧]
૮. ઈસુએ તેમના મા અને ભાઈઓ માટે એવી રીતે કેમ વાત કરી અને એ આપણને શું શીખવે છે? (માર્ક ૩:૩૧-૩૫) [ફેબ્રુ. ૧૮, w૦૮ ૨/૧ પાન ૩૧ ફકરો ૭]
૯. માર્ક ૮:૨૨-૨૫માં જણાવ્યા પ્રમાણે ઈસુએ કેમ આંધળા માણસને દેખતો કરવા બે બાબતો કરી હશે, એમાંથી આપણે શું શીખી શકીએ? [ફેબ્રુ. ૨૫, w૦૦ ૨/૧૫ પાન ૧૭ ફકરો ૭]
૧૦. માર્ક ૮:૩૨-૩૪ પ્રમાણે ઈસુ જે રીતે પીતરને ઠપકો આપે છે એમાંથી આપણે શું શીખી શકીએ? [ફેબ્રુ. ૨૫, w૦૮ ૨/૧ પાન ૩૧ ફકરો ૮]