જાહેરાતો
▪ નવેમ્બર માટે સાહિત્ય ઑફર: બાઇબલનો સંદેશો શું છે? આ નવી પુસ્તિકાની સાથે તમે ૩૨ પાનની કોઈ પણ પુસ્તિકા ઑફર કરી શકો જે તમારી ભાષામાં હોય અને તમારા વિસ્તારના લોકોને વાંચવી વધારે પસંદ હોય. ડિસેમ્બર: કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ. જો કુટુંબમાં બાળકો હોય તો બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક આપો. જાન્યુઆરી: પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને અભ્યાસ કરવો ન હોય, તો કદાચ તેઓને રસ પડે એવા જૂના મૅગેઝિન કે પુસ્તિકા આપી શકાય. ફેબ્રુઆરી: કૌટુંબિક સુખનું રહસ્ય.
▪ આખી દુનિયામાં ચાલતા કામને સાથ આપવા તમે દાન કરવા ચાહતા હોય તો, સીધેસીધું ભારતની શાખા કચેરીને મોકલી શકો. દાન તમે “The Watch Tower Bible and Tract Society of India” અથવા “The Watch Tower”ના નામે કરી શકો. ભારતની શાખા કચેરીનું સરનામું છે: The Watch Tower Bible & Tract Society of India, 927/1, Addevishwanathapura, Rajanukunte, Yelahanka, Bangalore 560064.
▪ ગુજરાતી બાઇબલોમાં ઈશ્વરના નામની અલગ અલગ જોડણી છે. એ વિષે વધારે સંશોધન કર્યાં પછી, આપણા સાહિત્યમાં હવેથી ઈશ્વરના નામ માટે “યહોવા” જોડણી વાપરવામાં આવશે.
▪ સાહિત્ય ફરીથી મંગાવી શકો:
ડ્રો ક્લોઝ ટુ જેહોવાહ—કન્નડા, તામિલ, તેલુગુ, પંજાબી, મલયાલમ, હિંદી.
બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક (નાના કદમાં)—મરાઠી
▪ નવું સાહિત્ય મંગાવી શકો:
બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક (નાના કદમાં)—આસામી
૨૦૧૨ યહોવાહના સાક્ષીઓનું કૅલેન્ડર—પંજાબી
સીંગ ટુ જેહોવાહ (લીરીક્સ ઓન્લી)—તામિલ
સીંગ ટુ જેહોવાહ (લાર્જ પ્રિન્ટ)—તામિલ
વૉચટાવર લાઇબ્રેરી—૨૦૧૧ એડિશન સીડી-રોમ