જુલાઈ ૧૮નું અઠવાડિયું
ગીત ૧૧ (85) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૪૬, ૪૭ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૭૪-૭૮ (૧૦ મિ.)
નં. ૧: ગીતશાસ્ત્ર ૭૭:૧-૨૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: શેતાનની સામે થવા શું કરવું જોઈએ?—યાકૂ. ૪:૭ (૫ મિ.)
નં. ૩: ઈસુ કઈ રીતે મુસા કરતાં મહાન પ્રબોધક સાબિત થયા?—w૦૯ ૪/૧ પાન ૨૭ ફકરા ૧૦-૧૩ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૨ (185)
૫ મિ: જાહેરાતો.
૧૫ મિ: આ કલમોમાંથી શું શીખી શકીએ? ભાઈ-બહેનો સાથે ચર્ચા. યોહાન ૪:૩-૨૪ વાંચીને ચર્ચા કરો. ઈસુની જેમ આપણા સેવાકાર્યમાં કઈ રીતે વર્તી શકીએ એનો વિચાર કરો. દૃશ્યથી બતાવો કે તક મળતા લોકો સાથે કેવી રીતે પ્રચાર કરી શકાય.
૫ મિ: “સૌને ગમે એ રીતે તૈયાર કરેલા મૅગેઝિનો.” સવાલ-જવાબ. બીજા ફકરાની ચર્ચા કર્યા પછી એકાદ મિનિટમાં જુલાઈ-સપ્ટેમ્બરના સજાગ બનો!માંથી પાન બે પર આપેલા લેખો જણાવો. પછી ભાઈ-બહેનોને પૂછો કે સજાગ બનો! આપતાં પહેલાં લોકોને કેવા સવાલો પૂછશો અને કઈ કલમો વાપરશો. સજાગ બનો! કેવી રીતે આપી શકાય એ દૃશ્યથી બતાવો. ત્રીજા ફકરાની ચર્ચા કર્યા પછી ઑગસ્ટના ચોકીબુરજ માટે પણ એવું જ કરો.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના