જુલાઈ ૧૧નું અઠવાડિયું
ગીત ૫ (45) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૪૪, ૪૫ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગીતશાસ્ત્ર ૬૯-૭૩ (૧૦ મિ.)
નં. ૧: ગીતશાસ્ત્ર ૭૨:૧-૨૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: મુસા અને ઈસુમાં કેવી બાબતો મળતી આવે છે?—w૦૯ ૪/૧ પાન ૨૫ ફકરા ૮, ૯ (૫ મિ.)
નં. ૩: રાજા હિઝકીયાહ અને યોશિયાહના દાખલામાંથી યુવાનો બોધપાઠ લઈ શકે (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૫ (191)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: સારી રીતે શીખવવા સવાલોનો ઉપયોગ કરો—ભાગ ૩. મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૩૯ની માહિતીને આધારે ટૉક. એ માહિતીમાંથી એક-બે મુદ્દા ચમકાવતું ટૂંકું દૃશ્ય બતાવો.
૧૦ મિ: “‘કરુણા’ બતાવતા રહીએ.” સવાલ-જવાબ.
૧૦ મિ: જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો. (ફિલિ. ૧:૧૦) એવા એક-બે કુટુંબના શિરનું ઇન્ટર્વ્યૂં લો, જેઓ પાસે ઘરની ઘણી જવાબદારીઓ હોય કે પૂરો સમય નોકરી-ધંધો કરતા હોય. તોપણ તેઓ નિયમિત રીતે પ્રચારમાં ભાગ લે છે. તેઓને પૂછો કે જીવન વ્યસ્ત હોવા છતાં પ્રચાર માટે કેવી રીતે સમય કાઢે છે? નિયમિત પ્રચારમાં ભાગ લેવાથી પોતાને અને કુટુંબને કેવા આશીર્વાદ મળ્યાં છે?
ગીત ૨૪ (200) અને પ્રાર્થના