જાહેરાતો
◼ મે માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! જેઓ સ્મરણપ્રસંગ કે બીજી સભામાં આવ્યા હોય તેમની સાથે અને રસ ધરાવનારાઓની સાથે ફરી મુલાકાત વખતે બાઇબલ શીખવે છે પુસ્તક દ્વારા અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય, તો ૧૯૨ પાનનું પુસ્તક જેના પાન ઝાંખા પડી ગયા હોય અથવા ૧૯૯૫ પછી પ્રકાશિત કોઈ પણ પુસ્તક આપી શકાય. જુલાઈ અને ઑગષ્ટ: તમારા મંડળ પાસે સ્ટોકમાં હોય એવી કોઈ પણ ૩૨ પાનાની પુસ્તિકા આપી શકો.