દેવશાહી સેવા શાળા સમીક્ષા
માર્ચ ૧થી એપ્રિલ ૨૬, ૨૦૧૦ દરમિયાન આપણે શાળામાં જે શીખ્યા એ ફરીથી યાદ કરાવવા નીચે પ્રશ્નો આપ્યા છે. એપ્રિલ ૨૬થી શરૂ થતા અઠવાડિયામાં એની ચર્ચા કરવામાં આવશે. સ્કૂલ ઓવરસિયર એ પ્રશ્નોની ૨૦ મિનિટ માટે ચર્ચા કરશે.
૧. “યહોવાહે મારી વિરૂદ્ધ સાક્ષી પૂરી છે, ને સર્વસમર્થે મને વિપત્તિમાં આણી છે,” અહીંયા નાઓમી શું કહેવા માગતી હતી? (રૂથ ૧:૨૧) [w૦૫ ૩/૧ પાન ૨૭ ફકરો ૨]
૨. કયા ગુણોને લીધે રૂથને “સદ્ગુણી સ્ત્રી” ગણવામાં આવી? (રૂથ ૩:૧૧) [w૦૫ ૩/૧ પાન ૨૮ ફકરો ૬]
૩. “દશ દીકરા કરતાં શું હું તને અધિક નથી?” એલ્કાનાહના આ શબ્દોથી હાન્નાહને કેવી રીતે દિલાસો મળ્યો? (૧ શમૂ. ૧:૮) [w૦૫ ૩/૧૫ પાન ૨૨ ફકરો ૩]
૪. ઈસ્રાએલીઓએ રાજાની માંગણી કરી એ કેમ યોગ્ય ન હતી? (૧ શમૂ. ૮:૫) [w૦૫ ૯/૧૫ પાન ૨૦ ફકરો ૧૭]
૫. શમૂએલ ‘વૃદ્ધ થયા ને માથે પળિયાં આવ્યાં,’ છતાં તેમણે શું કર્યું? એમાંથી આપણે શું શીખી શકીએ? (૧ શમૂ. ૧૨:૨, ૨૩) [w૦૭ ૬/૧ પાન ૨૯ ફકરા ૧૪-૧૫]
૬. શાઊલે શા માટે કેનીઓનું ખાસ ધ્યાન રાખ્યું? (૧ શમૂ. ૧૫:૬) [w૦૫ ૩/૧૫ પાન ૨૨ ફકરો ૧૦]
૭. ૧ શમૂએલ ૧૬:૧૭-૨૩ પ્રમાણે શાઊલે શા માટે પૂછ્યું કે દાઊદ કોનો દીકરો છે? (૧ શમૂ. ૧૭:૫૮) [w૦૫ ૩/૧૫ પાન ૨૩ ફકરો ૮]
૮. ગાથમાં દાઊદ મુસીબતમાં હતા ત્યારે, જે રીતે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ? (૧ શમૂ. ૨૧:૧૨, ૧૩) [w૦૫ ૩/૧૫ પાન ૨૪ ફકરો ૪]
૯. કઈ રીતે કહી શકીએ કે દાઊદ અને યોનાથાન જિગરી દોસ્તો હતા? (૧ શમૂ. ૨૩:૧૭) [w૦૮ ૨/૧ પાન ૧૫ ફકરો ૮]
૧૦. શાઊલ એન-દોરમાં એક જાદુગર સ્ત્રી પાસે જાય છે. ત્યાં જે બનાવ બન્યો એમાંથી આપણને શું શીખવા મળે છે? (૧ શમૂ. ૨૮:૮-૧૯) [w૦૫ ૩/૧૫ પાન ૨૪ ફકરો ૭]