જાહેરાતો
▪ એપ્રિલ અને મે માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! એ બંનેની ઑફર કરો. કેટલાક લોકો મેમોરિયલમાં અથવા મંડળની કોઈ ખાસ સભાઓમાં આવ્યા હશે, પણ તેઓ મંડળમાં નિયમિત આવતા નહિ હોય. તમે એવા રસ ધરાવતા લોકોની ફરી મુલાકાત લો ત્યારે તેઓને પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક ઑફર કરો અને એમાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો. જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો ઘરમાલિક પાસે પહેલેથી આ પુસ્તક હોય, તો ૧૯૨ પાનનું કોઈ પુસ્તક કે જેના પાન પીળા પડી ગયા હોય, અથવા ૧૯૯૫ પહેલા બહાર પડ્યા હોય એવા પુસ્તક ઑફર કરી શકાય. જુલાઈ અને ઑગસ્ટ: નીચેની કોઈ પણ ૩૨ પાનની પુસ્તિકા જે સ્ટોકમાં હોય એ આપી શકાય: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, જાગતા રહો!, “જુઓ! હું સઘળી વસ્તુઓ નવી બનાવું છું”, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, પારાદેશ લાવનાર સરકાર, વોટ હેપન્સ ટુ અસ વેન વી ડાય?, જીવનનો હેતુ શું છે? તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?, સર્વ લોકો માટેનું પુસ્તક, એ સેટીસફાઈંગ લાઇફ હાઉ ટુ અટેઈન ઇટ, અને આપણાં કોયડાઓ એઓને હલ કરવામાં આપણને કોણ મદદ કરશે?
▪ ડિસ્ટ્રીક્ટ, સરકીટ અને ખાસ સંમેલન હોય એ અઠવાડિયામાં મંડળમાં બાઇબલ અભ્યાસ, દેવશાહી સેવા શાળા અને સેવા સભા રાખવામાં નહિ આવે. એટલા માટે ઉત્તેજન આપવામાં આવે છે કે એ અઠવાડિયાના ભાગો કુટુંબ તરીકે ભેગા મળીને ચર્ચા કરી શકો.
▪ ૨૦૧૦માં મેમોરિયલના સમયગાળામાં ખાસ પ્રવચન આપવામાં આવશે. એનો વિષય છે: “ખરી શાંતિ અને સલામતી ક્યારે આવશે?”
▪ નવું સાહિત્ય મંગાવી શકો:
વૉચ ટાવર પબ્લિકૅશન ઇન્ડેક્ષ ૨૦૦૮—અમેરિકન સાઈન લેંગ્વેજ
બાઇબલનો સંદેશો શું છે?—ઉર્દુ
▪ સાહિત્ય ફરીથી મંગાવી શકો:
કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ—અંગ્રેજી, તામિલ, તેલુગુ, મલયાલમ, હિંદી
પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે—અંગ્રેજી, નેપાળી, મલયાલમ, હિંદી
વર્શિપ ધ ઓન્લી ટ્રૂ ગૉડ—નેપાળી
સર્વ લોકો માટેનું પુસ્તક—નેપાળી
અ સેટિસ્ફાઈંગ લાઈફ—હાઉ ટુ અટેઈન ઈટ —તેલુગુ, મરાઠી, મલયાલમ
જેહોવાઝ વિટ્નેસીસ—હુ આર ધે?—કન્નડા, મિઝો, હિંદી
જીવનનો હેતુ શું છે? તમે એ કઈ રીતે મેળવી શકો?—કન્નડા