વિષય
ઑક્ટોબર ૨૯, ૨૦૧૮–નવેમ્બર ૪, ૨૦૧૮નું અઠવાડિયું
૩ “તમે આ વાતો જાણો છો અને જો એ પાળશો, તો તમે સુખી થશો”
જો આપણે જ્ઞાનનો ઉપયોગ કરીશું, તો જ એને આપણે કીમતી ગણી શકીશું. પણ એમ કરવા આપણે નમ્ર બનવું જોઈએ. બધા પ્રકારના લોકોને ખુશખબર જણાવી હોય, બીજાઓ માટે પ્રાર્થના કરી હોય અને યહોવા પગલાં ભરે એની ધીરજથી રાહ જોઈ હોય એવા અનેક દાખલાઓ બાઇબલમાં છે. આ લેખમાં શીખીશું કે એ ઈશ્વરભક્તોના દાખલાઓને આપણે કઈ રીતે નમ્રતાથી અનુસરી શકીએ.
૮ વૃદ્ધ ભાઈઓ—યહોવા તમારી વફાદારીને અનમોલ ગણે છે
નવેમ્બર ૫-૧૧, ૨૦૧૮નું અઠવાડિયું
૧૨ એકબીજાને ઉત્તેજન મળે એવો પ્રેમ બતાવતા રહીએ
જ્યારે આપણું જીવન એટલું અઘરું બની જાય કે આપણે નિરાશ થઈ જઈએ, ત્યારે યહોવા અને ઈસુ આપણને પ્રેમાળ મદદ પૂરી પાડે છે. આપણે બધા પણ એકબીજાને દિલાસો અને ઉત્તેજન આપવા બનતું બધું કરી શકીએ છીએ. બીજાઓને પ્રેમથી ઉત્તેજન આપવા આ લેખ આપણને મદદ કરશે.
નવેમ્બર ૧૨-૧૮, ૨૦૧૮નું અઠવાડિયું
૧૭ ‘આનંદી ઈશ્વરને’ ભજનારાઓ આનંદી છે
યહોવા “આનંદી ઈશ્વર” છે અને તે ચાહે છે કે તેમના ભક્તો પણ આનંદી રહે. પણ શેતાનની દુનિયામાં જીવતા હોવાથી આપણે મુશ્કેલીઓ અને અઘરા સંજોગોનો સામનો કરીએ છીએ, તેમ છતાં કઈ રીતે ખુશ રહી શકીએ? પહાડ પરના ઉપદેશમાં ઈસુએ શીખવ્યું હતું કે કઈ રીતે આપણે હમણાં અને ભાવિમાં સુખી રહી શકીએ.
નવેમ્બર ૧૯-૨૫, ૨૦૧૮નું અઠવાડિયું
૨૩ વિશ્વના માલિક બીજાઓની લાગણીઓનો વિચાર કરે છે
નવેમ્બર ૨૬, ૨૦૧૮–ડિસેમ્બર ૨, ૨૦૧૮નું અઠવાડિયું
૨૮ બીજાઓની લાગણીઓનો વિચાર કરવામાં યહોવાને અનુસરીએ
આજે લોકો વધારે ને વધારે સ્વાર્થી બનતા જાય છે. પણ યહોવાના સાક્ષીઓ એવા નથી, કારણ કે તેઓ લોકોને સાચો પ્રેમ કરે છે. તેઓ બીજાઓની લાગણીઓનો વિચાર કરે છે, જે લોકો માટેના તેમના પ્રેમની એક સાબિતી છે. આ બે લેખોમાં શીખીશું કે યહોવા કઈ રીતે આપણા બધાની લાગણીઓનો વિચાર કરે છે. એ પણ જોઈશું કે કઈ રીતે આપણે તેમને અનુસરી શકીએ.