વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 મે પાન ૩૨
  • ફસલ તો ઘણી છે!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફસલ તો ઘણી છે!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • સરખી માહિતી
  • ખુશખબર જણાવવાની રીતો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 મે પાન ૩૨
૨૦૧૨માં યુક્રેઇન ન્ઝહ્‍નયા અપસામાં ત્રણ દિવસનું સંમેલન

૨૦૧૨માં યુક્રેઇનના ન્ઝહ્‍નયા અપસામાં ત્રણ દિવસનું સંમેલન

ફસલ તો ઘણી છે!

ઈસુએ ભાખ્યું હતું કે અંતના સમયે તેમના શિષ્યો ઘણી ફસલનો આનંદ માણશે. (માથ. ૯:૩૭; ૨૪:૧૪) ચાલો જોઈએ કે, કઈ રીતે તેમના શબ્દો યુક્રેઇનના ટ્રેન્સકારપાથિયા વિસ્તારમાં અજોડ રીતે સાચા પડ્યા છે. એ વિસ્તારના ત્રણ શહેરોમાં ૫૦ મંડળો છે અને ૫,૪૦૦ કરતાં વધુ પ્રકાશકો છે.a નવાઈની વાત છે કે, એ ત્રણ શહેરોની કુલ વસ્તીમાં દર ચારમાંથી એક વ્યક્તિ યહોવાની સાક્ષી છે!

ત્યાંનો પ્રચાર વિસ્તાર કેવો છે? સ્થાનિક ભાઈ વાસીલે જણાવ્યું કે, ‘લોકો બાઇબલનો આદર કરે છે, ન્યાયથી વર્તે છે, કુટુંબ માટે ઊંડો પ્રેમ રાખે છે અને દિલથી એકબીજાને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ આપણી માન્યતાઓ સાથે દર વખતે સહમત થતા નથી. પરંતુ, આપણે બાઇબલમાંથી કંઈ બતાવીએ તો, તેઓ ધ્યાનથી સાંભળે છે.’

જોકે, પ્રકાશક દીઠ લોકો ઓછા હોવાથી ભાઈ-બહેનોને એક અલગ જ પ્રકારના પડકારનો સામનો કરવો પડે છે. દાખલા તરીકે, એક મંડળમાં ૧૩૪ પ્રકાશકો છે, પણ તેઓના પ્રચાર વિસ્તારમાં ફક્ત ૫૦ ઘરો છે. આવા સંજોગોમાં પ્રકાશકો શું કરે છે?

ઘણાં ભાઈ-બહેનો વધુ જરૂર છે ત્યાં જઈને ખુશખબર ફેલાવે છે. ૯૦ વર્ષના ભાઈ યોનાશ જણાવે છે કે, ‘અમારા મંડળના વિસ્તારમાં એક પ્રકાશકના ભાગે બે ઘરો આવે છે. હવે મારી તબિયત સારી રહેતી ન હોવાથી હું ગામમાં જ પ્રચાર કરું છું. પરંતુ, અગાઉ હું ૧૬૦ કિ. મી. મુસાફરી કરીને, જ્યાં પ્રચાર થયો નથી એવા વિસ્તારમાં હંગેરીયન ભાષામાં ખુશખબર ફેલાવતો હતો.’ બીજા વિસ્તારમાં જઈને મદદ કરવા માટે પ્રકાશકોએ ઘણું બધું જતું કરવું પડે છે. ભાઈ આગળ કહે છે: ‘ટ્રેન પકડવા હું વહેલી સવારે ૪ વાગે ઊઠતો. પછી, ઘરે પાછા જવા સાંજે ૬ વાગ્યાની ટ્રેન પકડું ત્યાં સુધી હું ખુશખબર ફેલાવતો હતો. એવું હું અઠવાડિયામાં બે-ત્રણ વાર કરતો હતો.’ શું તેમને કદી લાગ્યું કે પોતે નકામી મહેનત કરી રહ્યા છે? એ વિશે ભાઈ જણાવે છે કે, ‘સેવાકાર્યની એ રીત મને ખૂબ ગમતી હતી. દૂરના વિસ્તારમાં રહેતા કુટુંબને સત્ય શીખવવાની મને ઘણી મજા આવતી હતી.’

સમજી શકાય કે, એ મંડળોના બધા લોકો દૂરના વિસ્તારમાં જઈને પ્રચાર કરી શકતા નથી. પરંતુ, પોતાના વિસ્તારને પૂરેપૂરો આવરવાનો દરેક પ્રકાશક પ્રયત્ન કરે છે, જેમાં વૃદ્ધ પ્રકાશકોનો પણ સમાવેશ થાય છે. શું ટ્રેન્સકારપાથિયા વિસ્તારનાં ભાઈ-બહેનોની મહેનત રંગ લાવી? ૨૦૧૭માં આ ત્રણ શહેરોની સ્મરણપ્રસંગની કુલ હાજરી પ્રકાશકોની સંખ્યા કરતાં બમણી હતી. એટલે કે, એ શહેરોની અડધી વસ્તી. એમાં કોઈ શંકા નથી કે આપણે ભલે ગમે એ જગ્યાએ સેવા આપતા હોઈએ, પણ હજુ “પ્રભુની સેવામાં પુષ્કળ” કામ છે.—૧ કોરીં. ૧૫:૫૮.

a એ શહેરોનાં નામ હુબોકા પુટોક, સેરેડ્‌નયે વોડ્યાને, ન્ઝહ્‍નયા અપસા છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો