વિષય
મે ૨-૮, ૨૦૧૬નું અઠવાડિયું
૩ તરુણો—શું તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો?
મે ૯-૧૫, ૨૦૧૬નું અઠવાડિયું
૮ તરુણો—તમે બાપ્તિસ્મા માટે કઈ રીતે તૈયારી કરી શકો?
યહોવાના સેવકો તરીકે આપણે ઘણા ખુશ છીએ કે દર વર્ષે લગભગ ૨,૫૦,૦૦૦ જેટલા લોકો બાપ્તિસ્મા લે છે. એ મહત્ત્વનું પગલું ભરનારાઓમાં ઘણા તરુણો છે. અરે, અમુક તો હજી તરુણ ઉંમરના પણ નથી. તેઓને શાના પરથી ખાતરી થઈ કે તેઓ બાપ્તિસ્મા લેવા માટે હવે તૈયાર છે? બાપ્તિસ્મા માટે તૈયાર થવા તેઓએ શું કર્યું? આ બંને અભ્યાસ લેખો એ સવાલોના જવાબ આપે છે.
મે ૧૬-૨૨, ૨૦૧૬નું અઠવાડિયું
૧૩ આપણો સંપ વધારવા સાથ-સહકાર આપીએ
યહોવાની ઇચ્છા પૂરી કરવામાં જ્યારે આપણે એકબીજાને સાથ-સહકાર આપીએ છીએ, ત્યારે યહોવા આપણા કામ પર આશીર્વાદો વરસાવે છે. આપણે પ્રચારકાર્યમાં, મંડળમાં અને આપણા કુટુંબમાં કઈ રીતે એવો સાથ-સહકાર આપી શકીએ, એના વિશે આ લેખમાં અમુક સૂચનો આપવામાં આવ્યાં છે.
મે ૨૩-૨૯, ૨૦૧૬નું અઠવાડિયું
૧૮ જીવન તરફ લઈ જતું યહોવાનું માર્ગદર્શન
યહોવા હંમેશાંથી તેમના લોકોનું માર્ગદર્શન કરતા આવ્યા છે. આ લેખ બતાવે છે કે તેમના લોકોના સંજોગો બદલાતા ત્યારે યહોવા કઈ રીતે નવાં સૂચનો અને નવું માર્ગદર્શન પૂરું પાડતાં. આપણે એ પણ જોઈશું કે માર્ગદર્શન માટે આપણે કઈ રીતે યહોવા તરફ મીટ માંડી શકીએ.