વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૪/૧ પાન ૩
  • મરણનો ડંખ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મરણનો ડંખ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • સરખી માહિતી
  • “મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • મરણને તમે કઈ દૃષ્ટિએ જુઓ છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • આપણા પર મરણ કેમ આવે છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મરણથી લાગતો ઊંડો આઘાત
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૪/૧ પાન ૩
રસ્તા પર થયેલા અકસ્માતમાં મરણ પામેલા વ્યક્તિનું ચિત્ર

મુખ્ય વિષય | શું મરણ મનુષ્યોનો અંત છે?

મરણનો ડંખ

મરણ એક એવો વિષય છે જેના વિશે ઘણા લોકો વાત કરવા ચાહતા નથી. પણ, વહેલા કે મોડા આપણે એનો ભોગ બનીએ છીએ. મરણનો ડંખ ખૂબ જ કડવો અને દુઃખદાયક છે.

એવું કંઈ જ નથી જે આપણને માબાપ, લગ્‍નસાથી અથવા બાળક ગુમાવ્યાની ખોટ સહેવા તૈયાર કરી શકે. જીવનમાં આફત અચાનક આવે છે. ભલે કોઈ પણ કારણથી મરણ થયું હોય, એના દુઃખમાંથી આપણે બચી શકતા નથી. આખરે, એનાથી કુટુંબ પડી ભાંગે છે.

એન્ટોનિયાના પપ્પા રસ્તા પર થયેલા અકસ્માતમાં મરણ પામ્યા. તે કહે છે: “મરણ એના જેવું છે, જાણે કોઈક તમારા ઘરને તાળું મારી ચાવી લઈને જતું રહ્યું હોય. એક પળ માટે પણ તમે ઘરે પાછા આવી શકતા નથી. તમારી પાસે ફક્ત યાદો રહી છે. આ કડવી હકીકત છે. એ સ્વીકારવું તમે નકારો છો, કારણ કે તમને લાગે છે એ યોગ્ય નથી. તોપણ, તમે કંઈ કરી શકતા નથી.”

ડોરોથી સાથે પણ એવું જ થયું હતું. ૪૭ વર્ષની ઉંમરે વિધવા થયા ત્યારે, તેમણે અમુક સવાલોના જવાબ શોધવાનું નક્કી કર્યું. તે રવિવારે ચર્ચની સ્કૂલમાં ભણાવતા હતા. તે માનતા હતા કે મરણ એ જીવનનો અંત નથી. પણ, મરણ પછી શું થાય છે એ જાણતા ન હતા. એટલે ચર્ચના પાદરીને પૂછ્યું, “મરણ પછી શું થાય છે?” પાદરીએ કહ્યું, “એ કોઈ જાણતું નથી. શું થાય છે એ જાણવા રાહ જોયા વિના છૂટકો નથી.”

શું એનો એવો અર્થ થાય કે “રાહ” જોયા વિના કોઈ છૂટકો નથી? શું કોઈ રીતે આપણે જાણી શકીએ કે મરણ પછી શું થાય છે? (w14-E 01/01)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો