વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૫/૧૫ પાન ૩૧-૩૨
  • ‘કસોટીના સમયમાં’ તેઓ મક્કમ રહ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘કસોટીના સમયમાં’ તેઓ મક્કમ રહ્યા
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૫/૧૫ પાન ૩૧-૩૨
[પાન ૩૨ પર ચિત્ર]

આપણો ઇતિહાસ

‘કસોટીના સમયમાં’ તેઓ મક્કમ રહ્યા

વર્ષ ૧૯૧૪માં, પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન લોકોને ખ્યાલ આવી ગયો કે, બાઇબલ વિદ્યાર્થીઓ યુદ્ધમાં ભાગ નહિ લે. (યશા. ૨:૨-૪; યોહા. ૧૮:૩૬; એફે. ૬:૧૨) બ્રિટનમાં રહેતા ઈશ્વરભક્તોએ શું કર્યું?

[પાન ૩૧ પર ચિત્ર]

હેન્રી હડસન

વર્ષ ૧૯૧૬માં બ્રિટને કાયદો બહાર પાડ્યો કે ૧૮થી ૪૦ વર્ષના કુંવારા પુરુષોએ યુદ્ધમાં ફરજિયાત ભાગ લેવો. જોકે, કાયદામાં એવી ગોઠવણ હતી કે ‘ધાર્મિક અથવા વ્યક્તિગત સિદ્ધાંતોને’ આધારે વ્યક્તિને એમાંથી છૂટ મળે. સરકારે એવી સમિતિઓ બનાવી હતી જે નક્કી કરતી કે કોને, કેટલી હદે છૂટ આપવી.

કાયદામાં એવી છૂટ હોવા છતાં, થોડા જ સમયમાં ૪૦ બાઇબલ વિદ્યાર્થીઓને લશ્કરી જેલમાં પૂરવામાં આવ્યા. તેમ જ, ૮ વ્યક્તિઓને યુદ્ધ માટે ફ્રાંસ મોકલવામાં આવ્યા. એ અન્યાય વિશે બ્રિટનના ભાઈઓએ પ્રધાનમંત્રી હર્બટ એસક્વીથને પત્ર લખ્યો. સરકારે ખોટી રીતે ભાઈઓને કેદ કર્યા હતા, એના વિરોધમાં ૫,૫૦૦ લોકોએ સહી કરેલી અરજી મોકલી.

જે ૮ ભાઈઓ ફ્રાંસ મોકલાયા હતા, તેઓ વિશે દુઃખદ ખબર મળી. યુદ્ધમાં ભાગ ન લેવાને લીધે તેઓને ગોળીએ મારવાનો નિર્ણય જાહેર કરાયો. સૈનિકો તેઓને ગોળીએ મારવાના જ હતા એટલામાં હુકમ આવ્યો કે, તેઓની સજા ૧૦ વર્ષની કેદમાં ફેરવાઈ છે. એ સજા ભોગવવા તેઓને ઇંગ્લૅન્ડની જેલમાં મોકલવામાં આવ્યા.

[પાન ૩૧ પર ચિત્ર]

જેમ્સ ફેડ્રિક સ્કૉટ

યુદ્ધ લાંબું ખેંચાયું તેમ, કાયદો જાહેર થયો કે પરિણીત પુરુષોએ પણ લશ્કરમાં ભરતી થવું. ભાઈ હેન્રી હડસન એક ડૉક્ટર અને બાઇબલ વિદ્યાર્થી હતા. ઇંગ્લૅન્ડના મૅંચિસ્ટર શહેરમાં તેમના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. વર્ષ ૧૯૧૬ની ત્રીજી ઑગસ્ટે સરકાર એ મુકદ્દમો જીતી ગઈ. કોર્ટે તેમને આરોપી જાહેર કરી, દંડ ફટકાર્યો અને લશ્કરને સોંપી દીધા. એ જ સમયે, સ્કૉટલૅન્ડના એડિનબરોમાં પણ એક મુકદ્દમો ચાલી રહ્યો હતો. એ ૨૫ વર્ષના જેમ્સ ફેડ્રિક સ્કૉટ સામે હતો, જે પૂરા સમયના પ્રચારક (કોલ્પોર્ચર) હતા. સરકાર એ મુકદ્દમો હારી ગઈ. સરકારે એ ચુકાદા સામે અરજી કરી, પણ એવો ત્રીજો મુકદ્દમો લંડનમાં ચાલતો હોવાથી, અરજી પડતી મૂકી. લંડનમાં ચાલી રહેલો એ મુકદ્દમો ભાઈ હર્બટ કીપ્સ સામે હતો. આ વખતે સરકાર જીતી ગઈ અને ભાઈને દોષિત જાહેર કરી લશ્કરને હવાલે કર્યા.

સપ્ટેમ્બર ૧૯૧૬ સુધીમાં ૨૬૪ ભાઈઓએ કાયદા પ્રમાણે લશ્કરમાં ન જોડાવવા છૂટ માગી. એમાંના પાંચ ભાઈઓને એ છૂટ મળી. જ્યારે કે, ૧૫૪ ભાઈઓને “લોક સેવા” માટે મોકલવામાં આવ્યા. એમાં તેઓ પાસેથી રસ્તાઓનું બાંધકામ અને ખોદકામ જેવી કાળી મજૂરી કરાવવામાં આવી. બીજા ૨૩ ભાઈઓને એવી લશ્કરી સેવામાં દાખલ કર્યા, જેમાં સીધે-સીધું યુદ્ધ ન કરવું પડે. તેમ જ, ૮૨ ભાઈઓ લશ્કરને સોંપાયા પણ, યુદ્ધમાં ભાગ ન લેવાને લીધે તેઓને જેલ થઈ. જેલમાં ભાઈઓ સાથે થયેલા ક્રૂર વર્તનને જોઈ લોકોએ વિરોધ કર્યો. તેથી, સરકારે તેઓને લશ્કરી જેલમાંથી કાઢીને શહેરની જેલમાં મૂક્યા.

[પાન ૩૧ પર ચિત્ર]

પ્રાઇસ હ્યુસ

એડગર ક્લે અને પ્રાઇસ હ્યુસને વેલ્સમાં બંધનું બાંધકામ કરવું પડ્યું. એ ભાઈઓ પછીથી, બ્રિટનના શાખા નિરીક્ષક બન્યા હતા. બીજી બાજુ, હર્બટ સેનિયોર આઠ ભાઈઓમાંના એક હતા, જેમને ફ્રાંસમાંથી પાછા લાવવામાં આવ્યા. પછી, તેમને યૉકશાયરની વૅકફિલ્ડ જેલમાં પૂરવામાં આવ્યા. બીજા અમુકને ડાર્ટમૂરની જેલમાં મોકલવામાં આવ્યા. ત્યાં તેઓને કપરા સંજોગોમાં કાળી મજૂરી કરવી પડી. આ જેલમાં મોટા ભાગના કેદીઓ એવા હતા જેઓએ યુદ્ધમાં ભાગ લીધો ન હતો.

ફ્રેન્ક પ્લેટ જે બાઇબલ વિદ્યાર્થી હતા, તેમણે યુદ્ધમાં સીધે સીધો ભાગ ન લેવો પડે એવી સેવા સ્વીકારી. તોપણ, તેમને લડાઈમાં મોકલવામાં આવ્યા. હથિયાર ન ઉપાડવાને લીધે તેમની ઘણા સમય સુધી ક્રૂર સતાવણી કરવામાં આવી. એટકીનસન પેજેટ નામની વ્યક્તિએ લશ્કરની યાદીમાં નામ નોંધાવ્યું હતું. એના થોડા જ સમય પછી, તેમણે સત્ય સ્વીકાર્યું. લશ્કરમાં ન જોડાવવાને કારણે, આગેવાનોએ તેમના પર સખત જુલમ ગુજાર્યો.

[પાન ૩૨ પર ચિત્ર]

હર્બટ સેનિયોર

એ સમયના ભાઈઓ લશ્કરમાં ભાગ ન લેવાનો ખરો અર્થ, કદાચ પૂરી રીતે સમજતા નહોતા. તેઓ ફક્ત યહોવાને ખુશ કરવા માગતા હતા. આપણે જોઈ ગયા તેમ, ઘણા ભાઈઓએ સારો દાખલો બેસાડ્યો છે. તેઓ આકરી “કસોટીમાં” પણ મક્કમ રહ્યા. (પ્રકટી. ૩:૧૦)—બ્રિટનના આપણા ઇતિહાસમાંથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો