વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૧૨/૧ પાન ૫
  • પોતાને બીજાઓ સાથે ન સરખાવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પોતાને બીજાઓ સાથે ન સરખાવો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • સરખી માહિતી
  • યહોવાહ શું માગે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • તમે દેવની નજરમાં મૂલ્યવાન છો!
    સજાગ બનો!—૧૯૯૯
  • અમે હંમેશાં યહોવાહના નામમાં શ્રદ્ધા રાખીશું!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • યહોવાહના સેવકોની આશા અમર છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૧૨/૧ પાન ૫

બીજી ચાવી

પોતાને બીજાઓ સાથે ન સરખાવો

બાઇબલ શું શીખવે છે? “દરેકે પોતાની વર્તણૂકનો જાતે જ ન્યાય કરવો; કારણ, એમ કરવાથી તે પોતાની યોગ્યતાને આધારે ગર્વ કરી શકશે અને બીજાની સાથે સરખામણી કરવાની જરૂર રહેશે નહિ.”—ગલાતી ૬:૪, કોમન લેંગ્વેજ.

કેવી મુશ્કેલી આવે છે? આપણે કોઈ વાર પોતાને બીજાઓ સાથે સરખાવવા લાગીએ. જેમ કે, જેઓ આપણાથી વધારે શક્તિશાળી, પૈસાદાર અને હોશિયાર હોય તેઓ સાથે પોતાને વધારે સરખાવીએ છીએ. અથવા કોઈ વાર આપણાથી ઓછું હોય એવા લોકો સાથે પોતાને સરખાવીએ છીએ. ભલેને કોઈ પણ કારણને લીધે એમ કરતા હોઈએ, પણ એની આપણા પર સારી અસર નહિ પડે. આપણે ભૂલથી એવું માની બેસીએ છીએ કે વ્યક્તિની કિંમત તેની મિલકત અથવા આવડત જોઈને થાય છે. કદાચ બીજાનું સુખ જોઈને આપણને ઈર્ષા થાય અને તેનાથી ચડિયાતા બનવા કોશિશ કરીએ.—સભાશિક્ષક ૪:૪.

તમે શું કરી શકો? ઈશ્વરની નજરે પોતાને જોતા શીખો. તેમની નજરથી પોતાની કદર કરતા શીખો. “માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહa હૃદય તરફ જુએ છે.” (૧ શમૂએલ ૧૬:૭) યહોવાહ તમારું દિલ, વિચારો, લાગણીઓ અને ધ્યેયો પારખીને તમારી ખરી કિંમત કરે છે, નહિ કે બીજાઓ સાથે સરખામણી કરીને. (હેબ્રી ૪:૧૨, ૧૩) યહોવાહ તમારી મર્યાદા જાણે છે. તે અરજ કરે છે કે તમે પણ પોતાની મર્યાદા સ્વીકારો. બીજાની સાથે પોતાને સરખાવતા રહેશો તો તમે કાં તો અભિમાની બની જશો અથવા તમને કદી સંતોષ નહિ થાય. એટલે નમ્રભાવે સ્વીકારો કે બધી જ બાબતમાં તમે બીજાઓ જેવા બની નહિ શકો.—નીતિવચનો ૧૧:૨.

ઈશ્વરની નજરમાં અનમોલ બનવા તમે શું કરશો? યહોવાહ ઈશ્વરે પોતાના ભક્ત મીખાહ દ્વારા આમ લખાવ્યું: ‘હે મનુષ્ય, સારું શું છે એ ઈશ્વરે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, અને તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?’ (મીખાહ ૬:૮) તમે એ સલાહ પ્રમાણે ચાલશો તો ઈશ્વર જરૂર તમારી સંભાળ રાખશે. (૧ પીતર ૫:૬, ૭) એવો સંતોષ બીજે ક્યાંય તમને નહિ મળે! (w10-E 11/01)

[ફુટનોટ્‌સ]

a બાઇબલમાં મળી આવતું ઈશ્વરનું નામ.

[પાન ૫ પર ચિત્ર]

યહોવાહ આપણું દિલ જોઈને આપણી કિંમત કરે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો