વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૧૨/૧ પાન ૮
  • ઈશ્વરને પસંદ હોય એ રીતે ભક્તિ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરને પસંદ હોય એ રીતે ભક્તિ કરો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • સરખી માહિતી
  • તમારી ઈશ્વરભક્તિ સાથે ધીરજમાં વધો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • ઈશ્વર વિશે શીખો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • સાચો માર્ગ કયો છે?
    સાચો માર્ગ કયો છે?
  • ઈશ્વરને પસંદ હોય એ રીતે ભક્તિ કરીએ
    સજાગ બનો!—૨૦૧૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૧૨/૧ પાન ૮

પાંચમી ચાવી

ઈશ્વરને પસંદ હોય એ રીતે ભક્તિ કરો

બાઇબલ શું શીખવે છે? ‘જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!’—લુક ૧૧:૨૮.

કેવી મુશ્કેલી આવે છે? આજે દુનિયામાં હજારો ધર્મો છે. પરંતુ ઈશ્વર વિષે તેઓ એકબીજાથી કાંઈક અલગ શીખવે છે. કયો ધર્મ ઈશ્વર વિષે સત્ય શીખવે છે અને એ પાળનારા પર તેમની કૃપા છે એ કેવી રીતે જાણી શકાય? અમુક પ્રખ્યાત લેખકોનું કહેવું છે કે ઈશ્વરમાં માનવું અને તેમની ભક્તિ કરવી એ ગાંડપણ છે. અરે, એનાથી નુકશાન પણ થાય છે. મેક્લીન્સ મૅગેઝિન એક આગળ પડતી નાસ્તિક વ્યક્તિના વિચારો ટૂંકમાં જણાવતા કહે છે: ‘ખ્રિસ્તીઓ માને છે કે વિજ્ઞાનથી કંઈક ચડિયાતું છે, જેને ના તો આપણે જોઈ શકીએ કે સમજી શકીએ. આ માન્યતા આપણું જીવન નકામું બનાવી દે છે તેમ જ ખૂન-ખરાબી કરવા દોરી જાય છે.’

તમે શું કરી શકો? ઈશ્વર છે એના પુરાવા તપાસો. (રૂમી ૧:૨૦; હેબ્રી ૩:૪) તેમ જ, આ મહત્ત્વના સવાલો પર વિચાર કરો: જીવનનો હેતુ શું છે? મરણ પછી માણસનું શું થાય છે? આપણા પર કેમ આટલું દુઃખ આવે છે? ઈશ્વરની કેવી રીતે ભક્તિ કરવી જોઈએ? કોઈ તમને આ સવાલોના જવાબો શોધવા નિરુત્સાહી કરે તો તેઓનું સાંભળશો નહિ. એના જવાબો તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. એનાથી તમે ખરો સંતોષ અનુભવશો.

તોપણ સાવધ રહેજો. કોઈ તમને કંઈ પણ કહે એ પર આંધળો વિશ્વાસ ન મૂકશો. બાઇબલમાં ઈશ્વર ઉત્તેજન આપે છે કે કંઈ પણ કરતા પહેલાં ‘એનો વિચાર કરો.’ એમ કરવાથી તમે પારખી શકશો કે ઈશ્વરને શું પસંદ છે અને શું નથી. (૨ તીમોથી ૨:૭) તે તમારી મહેનતનો જરૂર બદલો આપશે. જો તમે બાઇબલમાંથી શીખવા સમય કાઢશો અને એમાંથી મળતી સલાહ જીવનમાં ઉતારશો તો મુશ્કેલીઓથી દૂર રહેશો. માથા પર ઓછી ચિંતાઓ રહેશે. એટલું જ નહિ, પણ જીવનનો વધારે આનંદ માણી શકશો. આ વચન કંઈ છેતરામણું નથી. દુનિયાને ખૂણે ખૂણેથી લાખો લોકો ઈશ્વર વિષેનું સત્ય અને માણસ માટે તેમનો શું હેતુ છે એ શીખ્યા છે. એનાથી તેઓને ખૂબ જ લાભ થયો છે.

બાઇબલની સલાહ જીવનમાં ઉતારશો તેમ લાભ થશે અને યહોવાહ ઈશ્વરને માર્ગે ચાલવાનું મન થશે. બાઇબલમાંથી શીખવા માટે તમે યહોવાહના સાક્ષીઓની મદદ લઈ શકો. પછી તમે પણ ઈશ્વરભક્ત પાઊલની જેમ કહેશો: ‘એ સાચું છે કે ઈશ્વરની ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે, જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો.’—૧ તિમોથી ૬:૬, ઈઝી ટુ રીડ વર્ઝન. (w10-E 11/01)

[પાન ૮ પર ચિત્ર]

ઈશ્વરને શું પસંદ છે અને શું નથી એ પારખો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો