વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૧૧/૧ પાન ૯
  • ૬ શું એનાથી મદદ મળી શકે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૬ શું એનાથી મદદ મળી શકે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • સરખી માહિતી
  • ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • શું પ્રાર્થનાથી કંઈ લાભ થાય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • યહોવા કઈ રીતે પ્રાર્થનાઓનો જવાબ આપે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • પ્રસ્તાવના
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૧૧/૧ પાન ૯

પ્રાર્થના

૬ શું એનાથી મદદ મળી શકે?

શું પ્રાર્થના કરવાથી આપણને મદદ મળે છે? બાઇબલ જણાવે છે કે ચોક્કસ મળે છે. ઈશ્વરભક્તોને તેઓની પ્રાર્થનાથી ઘણી જ મદદ મળે છે. (લુક ૨૨:૪૦; યાકૂબ ૫:૧૩) પ્રાર્થનાથી આપણને તન-મનથી તો લાભ થાય જ છે. પણ સૌથી મહત્ત્વનું તો યહોવાહ સાથેનો નાતો પાકો થાય છે. કઈ રીતે?

માનો કે તમારા બાળકને કોઈએ કંઈ ભેટ આપી છે. શું તમે તેને એવું શીખવશો કે તે દિલમાં રાજી થાય, એટલું જ બસ છે? કે પછી તે ભેટ આપનાર પાસે જઈને તેનો આભાર માને, એવું શીખવશો? જો દિલની લાગણી શબ્દોથી જણાવવામાં આવે, તો સામેવાળી વ્યક્તિને ખબર પડશે કે તેની કેટલી કદર કરવામાં આવે છે. એ જ રીતે, શું ઈશ્વરને જણાવવું જોઈએ કે આપણે તેમના કેટલા આભારી છીએ? હા, ચોક્કસ. ચાલો અમુક દાખલા જોઈએ.

આભારની પ્રાર્થના. સારી વસ્તુઓ માટે ઈશ્વરનો આભાર માનીએ ત્યારે, આપણે આશીર્વાદો પર ધ્યાન આપીએ છીએ. એમ કરવાથી આપણે ખુશ રહીશું, બીજાની કદર કરીશું અને સારું વિચારીશું.—ફિલિપી ૪:૬.

ઉદાહરણ: ઈસુની પ્રાર્થનાઓ સાંભળીને યહોવાહે જવાબ આપ્યો ત્યારે, તેમણે કદર બતાવી.—યોહાન ૧૧:૪૧.

માફી માગવા માટેની પ્રાર્થના. માફી માગવા પ્રાર્થના કરીએ ત્યારે, આપણે યહોવાહના ધોરણો પ્રમાણે પોતાને લાવવા પ્રયત્ન કરીએ છીએ. જે ખોટું કર્યું છે એ જોઈને, પસ્તાવો કરવા આપણી પ્રાર્થના પ્રમાણે વર્તવા પૂરો પ્રયત્ન કરીએ છીએ. દોષિત હોવાની લાગણીમાંથી પણ રાહત મળે છે.

ઉદાહરણ: દાઊદે પાપનો પસ્તાવો કરવા ઈશ્વર આગળ દિલ ઠાલવ્યું.—ગીતશાસ્ત્ર ૫૧.

માર્ગદર્શન અને સમજણ મેળવવાની પ્રાર્થના. ખરા નિર્ણયો લેવા યહોવાહ પાસે માર્ગદર્શન કે સમજણ માગીએ ત્યારે, એ આપણને નમ્ર બનાવે છે. એ યાદ અપાવે છે કે આપણે તો મામૂલી ઇન્સાન છીએ અને યહોવાહમાં પૂરો ભરોસો મૂકવો જોઈએ.—નીતિવચનો ૩:૫, ૬.

ઉદાહરણ: સુલેમાને ઈસ્રાએલ પર રાજ કરવા, માર્ગદર્શન અને સમજણ માટે નમ્રતાથી પ્રાર્થના કરી.—૧ રાજાઓ ૩:૫-૧૨.

મુશ્કેલીમાં કરેલી પ્રાર્થના. મુશ્કેલીમાં યહોવાહને પોકાર કરવાથી બોજો હળવો થાય છે. તેમ જ, આપણે પોતાના પર નહિ પણ યહોવાહ પર આધાર રાખતા શીખીએ છીએ.—ગીતશાસ્ત્ર ૬૨:૮.

ઉદાહરણ: આસા રાજાએ ખતરનાક દુશ્મનોનો સામનો કરવા પ્રાર્થના કરી.—૨ કાળવૃત્તાંત ૧૪:૧૧.

બીજાઓના ભલા માટે પ્રાર્થના. આવી પ્રાર્થના આપણને સ્વાર્થી બનતા રોકે છે. દયાભાવ અને હમદર્દી બતાવતા શીખવે છે.

ઉદાહરણ: ઈસુએ પોતાના શિષ્યોના ભલા માટે પ્રાર્થના કરી.—યોહાન ૧૭:૯-૧૭.

સ્તુતિની પ્રાર્થના. યહોવાહના હાથની કરામત અને તેમના ગુણો વિષે સ્તુતિ કરીએ ત્યારે, તેમના માટેનું માન અને કદર વધે છે. આવી પ્રાર્થના યહોવાહ સાથેનો આપણો નાતો પાકો બનાવવા મદદ કરે છે.

ઉદાહરણ: ઈશ્વરે રચેલી સૃષ્ટિ માટે દાઊદે તેમના ગુણગાન ગાયા.—ગીતશાસ્ત્ર ૮.

‘ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે,’ એ પ્રાર્થના કરવાથી મળે છે. (ફિલિપી ૪:૭) મુશ્કેલીથી ભરેલી આ દુનિયામાં મનની શાંતિ મળવી એ મોટો આશીર્વાદ છે. એનાથી તંદુરસ્તી પણ સારી રહે છે. (નીતિવચનો ૧૪:૩૦) પણ શું એ ફક્ત આપણા પ્રયત્નથી જ મળે છે? કે પછી એનાથી વધારે મહત્ત્વનું બીજું કંઈક છે? (w10-E 10/01)

[પાન ૯ પર ચિત્રનું મથાળું]

પ્રાર્થના આપણા તન-મનને તો લાભ કરે જ છે, પણ ખાસ તો યહોવાહ સાથેનો નાતો પાકો બનાવે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો