વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w08 ૧૦/૧ પાન ૨૯
  • મને જીવનની કિંમત સમજાઈ!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મને જીવનની કિંમત સમજાઈ!
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • સરખી માહિતી
  • પરમેશ્વરે તેનાં આંસુ લૂછ્યાં
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • યહોવાહ આપણા દિવસ કઈ રીતે ગણવા એ શીખવે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • યહોવાહે મને કસોટીમાં ટકાવી રાખી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
w08 ૧૦/૧ પાન ૨૯

મને જીવનની કિંમત સમજાઈ!

એ એપ્રિલ ૧૬, ૨૦૦૭ની સવાર હતી. હું નોરીસ હૉલની બિલ્ડિંગના ત્રીજે માળે હતો. એ વર્જિનિયા ટૅકના (વર્જિનિયા પૉલિટેક્નિક ઇન્સ્ટટિયૂટ ઍન્ડ સ્ટેટ યુનિવર્સિટી) કૅમ્પસમાં આવેલો હતો. એ સવારે મને જીવનની કિંમત ફરીથી સમજાઈ.

હું મારી ઑફિસમાંથી બીજે માળે પત્રો લેવા જતો હતો. ત્યાં જ એક પ્રોફેસરે મદદ માગી. તેમના કૉમ્પ્યુટરમાં પ્રૉબ્લમ હતો. અમે તેમની ઑફિસમાં ગયા ત્યાં તો, બીજે માળે ગોળીબારના ધડાધડ અવાજ સંભળાયા. શું થઈ રહ્યું છે એની ખબર જ ન હતી. અમે ફટાફટ ઑફિસનો દરવાજો લૉક કરી દીધો. હું એક ખૂણામાં સંતાઈ ગયો. યહોવાહની મદદ માટે પ્રાર્થના કરવા લાગ્યો.

એવામાં મને પંદર વર્ષ પહેલાંનો બનાવ યાદ આવ્યો. હું ગૅરેજમાં મિકૅનિક હતો. એક દિવસે મારા સાથીદારના હાથમાં પેટ્રોલ ભરેલી ટ્રે હતી. એમાં ઓચિંતી આગ લાગી. ગભરાઈને તેણે સીધી એ મારા ફેંકી. ધુમાડો મારા શ્વાસમાં ગયો. શરીરનો ઉપરનો ભાગ ખરાબ રીતે દાઝી ગયો. હેલિકૉપ્ટરથી મને સ્પેશિયલ હૉસ્પિટલમાં લઈ જવાયો. જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો, સાડા ત્રણ મહિના હું આઈસીયુમાં રહ્યો. હું બચી ગયો અને દોઢેક મહિનો સારવાર મળ્યા પછી, હું ઘરે ગયો. હું શીખ્યો કે જીવનની હરેક પલ અનમોલ છે. આ બનાવે મને જીવન આપનાર, યહોવાહની ભક્તિ કરવાનું જોશ આપ્યું.—ગીતશાસ્ત્ર ૯૦:૧૨; યશાયાહ ૪૩:૧૦.

એ ઍક્સિડન્ટ પછી, મિકૅનિકનું કામ થતું નહિ. એટલે કૉમ્પ્યુટર શીખ્યો. વર્જિનિયા ટૅકમાં જોબ મળી, એટલે ગોળીબાર થયો એ સવારે હું નોરીસ હૉલમાં હતો.

ગોળીબાર શરૂ થયો એની વીસેક મિનિટ પછી, કૉરિડોરમાં પોલીસનો અવાજ સાંભળ્યો. અમે બૂમો પાડી. તેઓએ અમને ત્યાંથી નીકળવા મદદ કરી. પછીથી અમને ખબર પડી કે અમેરિકામાં પહેલાં આવો ખરાબ ગોળીબાર થયો ન હતો. ગોળીબાર કરનારે ૩૨ લોકોના જીવ લીધા પછી, પોતાને પણ શૉટ કરી નાખ્યો.

આ બનાવથી એક વાત શીખ્યો કે જીવન પલ-દો-પલનું છે, કાલની કોને ખબર! (યાકૂબ ૪:૧૪) જીવન આપનાર યહોવાહ પર અતૂટ શ્રદ્ધા રાખીએ. જીવન તેમની પાસેથી અનમોલ ભેટ છે.—ગીતશાસ્ત્ર ૨૩:૪; ૯૧:૨. (w08 9/1)

[Picture on page 29]

AP Photo/The Roanoke Times, Alan Kim

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો