વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w07 ૯/૧ પાન ૩૨
  • રશિયન સંગીતમાં ઈશ્વરનું નામ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રશિયન સંગીતમાં ઈશ્વરનું નામ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
w07 ૯/૧ પાન ૩૨

રશિયન સંગીતમાં ઈશ્વરનું નામ

મોડેસ્ટ મસ્સોર્ગસ્કાઈ રશિયન સંગીતકાર હતા. તે બહુ જાણીતા હતા. તેમણે ૧૮૭૭માં અમુક ભજનો રચ્યાં હતાં. એ બાઇબલ જમાનામાં બનેલા બનાવો પર હતાં. તેમણે પોતાના મિત્રને લખ્યું: ‘મેં બાઇબલના એક બનાવ પરથી ગીત રચ્યું છે. એ ઈસુ નવીનસ [યહોશુઆ] પર છે. તેમણે કનાન દેશમાં કરેલી મુસાફરીઓ વિષે છે. આખું ગીત બાઇબલના એ બનાવ પર જ રચ્યું છે.’ મસ્સોર્ગસ્કાઈએ બીજા ભજનો પણ બાઇબલના બનાવો પર રચ્યાં હતા. જેમ કે ‘સાન્હેરીબનો નાશ.’

મસ્સોર્ગસ્કાઈએ ૧૮૭૪માં ‘યહોશુઆ નવીનસ’ અને ‘સાન્હેરીબનો નાશ’ ભજનો બહાર પાડેલા. એમાં તેમણે રશિયન ભાષામાં ઈશ્વરનું નામ વાપર્યું. હિબ્રૂ ભાષામાં ઈશ્વરનું નામ ચાર અક્ષરોથી આમ વંચાય છે: יהוה (યહવહ). હિબ્રૂ શાસ્ત્રમાં એ નામ લગભગ ૭,૦૦૦ વખત જોવા મળે છે.

મસ્સોર્ગસ્કાઈનાં પ્રાચીન ગીત-સંગીત શું બતાવે છે? એ જ કે લગભગ ૧૩૦ વર્ષ પહેલાં પણ રશિયન લોકો યહોવાહ પરમેશ્વરનું નામ જાણતા હતા. હજારો વર્ષો પહેલાં યહોવાહે ઈશ્વરભક્ત મુસાને કહ્યું હતું: “મારૂં નામ સદા એ જ છે, ને મારી યાદગીરી વંશપરંપરા એ જ છે.”—નિર્ગમન ૩:૧૫. (w 07 9/1)

[Picture on page 32]

૧૯૧૩માં સેન્ટ પીટ્‌સબર્ગમાં આવેલી સંગીતકારોની તાલીમશાળા, જ્યાં મસ્સોર્ગસ્કાઈના સંગીતની નોટ્‌સ રાખવામાં આવી છે

[Picture Credit Lines on page 32]

સંગીત: The Scientific Music Library of the Saint-Petersburg State Conservatory named after N.A. Rimsky-Korsakov; રસ્તા પરનો સિન: National Library of Russia, St. Petersburg

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો