વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w07 ૨/૧ પાન ૩૨
  • જીવનની મઝા માણતા દાદીમા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવનની મઝા માણતા દાદીમા
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
w07 ૨/૧ પાન ૩૨

જીવનની મઝા માણતા દાદીમા

સ્વિડન દેશમાં એલીન નામે ૧૦૫ વર્ષના દાદીમા રહે છે. તેમનું નામ હાલમાં જ ૧૦૫ કે એનાથી મોટી ઉંમરના ૬૦ લોકોમાં ઉમેરાયું છે. તે ઘરડાઘરમાં રહે છે. બહાર આવ-જા કરી શકતા નથી. છેલ્લાં ૬૦ વર્ષથી તે યહોવાહના ભક્ત છે. આજે પણ તેમનામાં પહેલા જેવો જ ઉત્સાહ જોવા મળે છે.

એલીન ઈશ્વરભક્ત પાઊલને પગલે ચાલે છે. પાઊલને એક ઘરમાં કેદ કરવામાં આવ્યા ત્યારે, ત્યાં આવનાર લોકોને તે ઈશ્વરનો સંદેશો જણાવતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૬, ૩૦, ૩૧) એલીન પણ ઘરડાઘરમાં આવતા લોકોને સંદેશો જણાવતા. જેમ કે સાફસફાઈ કરનાર, હજામ, ડૉક્ટર, નર્સ અને ઘરડાઘરના બીજા લોકો. એલીનના મંડળના ભાઈ-બહેનો ઘણી વાર પોતાની બાઇબલ સ્ટડીને તેમને મળવા લઈ આવતા. જેથી તેઓ પણ એલીનના અનુભવમાંથી શીખી શકે.

એલીનનો સ્વભાવ મજાકિયો છે. તેમને નવું નવું જાણવાનું પણ ગમે. મંડળના બધા ભાઈ-બહેનોને તે બહુ વહાલા. એક ભાઈ જણાવે છે કે ‘એલીન એટલે એલીન. તેમને બધી ખબર કે મંડળમાં શું ચાલે છે. બાળકોનાં નામ તેમને યાદ. મંડળમાં નવા ભાઈ-બહેનોનાં નામ તેમને યાદ.’ બધાને ખબર કે એલીન પાસેથી કોઈ ખાલી હાથે પાછું ન જાય, પોતે હસે ને બધાને હસાવે. જીવનમાં કદી હારે નહિ.

આ રીતે જીવનની મજા લેવા એ દાદીમાને શામાંથી મદદ મળે છે? તે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી પુસ્તિકા દરરોજ શાસ્ત્રવચનો તપાસવાંમાંથી રોજની કલમ અને કોમેન્ટ વાંચે છે. દરરોજ તે બિલોરી કાચની મદદથી બાઇબલની અમુક કલમો પણ વાંચે છે. તે યહોવાહના સાક્ષીઓની દરેક મિટિંગની તૈયારી કરે છે. જોકે તે મિટિંગમાં જઈ શકતા નથી, પણ એનું રેકોર્ડિંગ સાંભળે છે. આપણે આ પ્યારા દાદી પાસેથી શું શીખી શકીએ? એ જ કે આપણી ઉંમર ગમે તેટલી હોય, છતાં બાઇબલ અને એનું સાહિત્ય વાંચીએ. કોઈ મિટિંગ ચૂકી ન જઈએ. પછી, આપણું જીવન પણ સુખી બનશે.—ગીતશાસ્ત્ર ૧:૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫. (w 07 1/15)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો