વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૭/૧૫ પાન ૩
  • શું આપણને એકબીજાની જરૂર છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું આપણને એકબીજાની જરૂર છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સરખી માહિતી
  • એકલતા, એક વધતી જતી બીમારી—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
  • એકલા રહેવું પડે ત્યારે શું કરી શકો?
    બીજા વિષયો
  • આપણે એકલા રહી શકતા નથી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ‘અપાર શાંતિ હશે’
    સજાગ બનો!—૨૦૧૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૭/૧૫ પાન ૩

શું આપણને એકબીજાની જરૂર છે?

પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને લખ્યું, “આપણે આપણું જીવન તપાસીયે છીએ ત્યારે તરત જ જોવા મળે છે કે આપણું આખું જીવન બીજા લોકોના આધારે છે.” તેમણે ઉમેર્યું: “આપણે બીજાઓએ ઉગાડેલું ખાઈએ છીએ, બીજાએ તૈયાર કરેલા કપડાં પહેરીએ છીએ, બીજાએ બાંધેલા ઘરોમાં રહીએ છીએ. . . . વ્યક્તિ કેવા છે, એ પોતા પર આધારિત નથી પણ બીજાઓ પર છે. આ રીતે બીજાઓની અસર આપણા જન્મથી માંડીને મરણ સુધી થાય છે.”

પ્રાણીઓ, કુદરતી રીતે જ પોતાની જાત સાથે સંગત રાખે છે. દાખલા તરીકે, હાથીઓ એક સાથે જ રહેતા હોય છે અને પોતાના બચ્ચાંઓનું કાળજીથી રક્ષણ કરે છે. વાઘણ પોતે શિકાર કરે છે અને એમાંથી વાઘને પણ ખાવા દે છે. તેમ જ ડોલ્ફિન માછલીઓ એકબીજા સાથે રમતી હોય છે. વળી, બીજા પ્રાણીઓ અને તરવૈયાઓ મુશ્કેલીમાં આવી પડે ત્યારે, તે તેઓને મદદ પણ કરતી હોય છે.

પરંતુ, મૅક્સિકોના એક છાપા પ્રમાણે, વૈજ્ઞાનિકોને ચીંતા થાય છે કે “વર્ષોથી ઘણા અમેરિકાના લોકો એકલા અટુલા જ રહે છે. એના લીધે સમાજ જેવું કંઈ જોવા મળતું નથી.” છાપાએ એ પણ બતાવ્યું કે “એકલા રહેવા ઇચ્છનારા બધા લોકો, પોતાના વિચાર બદલે અને તેઓ ફરી સમાજમાં આવે તો જ આખા રાષ્ટ્રનું ભલું થશે.”

એકલા રહેવાની આદત ખાસ કરીને વિકસિત દેશોમાં ઝડપથી ફેલાય રહી છે. લોકો વિચારે છે કે તેઓને ‘બીજાઓની જરૂર નથી.’ તેથી જો કોઈ તેમનો ‘મિત્ર બનવાનો પ્રયત્ન કરે’ તો એ તેઓને જરાય ગમતું નથી. આવા વલણના લીધે તેઓને ઘણું દુઃખ થાય છે, તેઓ ડિપ્રેશનમાં પણ રહે છે અને આત્મહત્યા કરવા પણ તૈયાર થઈ જાય છે.

આ બાબતમાં, ડૉ. દાનીએલ ગોલમેને બતાવ્યું: “એકલા રહેવાથી માંદગી અને મરણનો ડર બમણો થઈ શકે છે. તેમ જ, એકલા રહેતા લોકો પાસે કોઈ હોતું નથી કે જેના ખભે માથુ નાખી તેઓ પોતાનું દુઃખ જણાવી શકે.” સાઈન્સ મૅગેઝિન પ્રમાણે, જે લોકો ધૂમ્રપાન કરતા હોય, કે પછી જેઓને હાઈબ્લડ પ્રેશર હોય તેમ જ લોહીમાં વધુ ચરબી હોય, અથવા જે કોઈ વધારે પડતું ખાતા હોય અને કસરત ન કરતા હોય, તેઓ મોતના મોમાં આવી પડતા હોય છે. તેમ જ, જે વ્યક્તિ એકલા રહે છે તેઓમાં પણ મોતની શક્યતા એટલા જ પ્રમાણમાં વધી જાય છે.

ઘણા કારણો બતાવે છે કે આપણને એકબીજાની જરૂર છે. આપણે ખરેખર એકલા રહી શકતા નથી. તો પછી, આપણે શું કરી શકીએ જેથી આપણે એકલા ન પડીએ? તેમ જ બીજા લોકોએ શું કર્યું છે, જેથી તેઓ જીવનમાં ખરેખર સંતોષ મેળવી શક્યા છે? આ બધા જ પ્રશ્નોના જવાબો હવે પછીના લેખમાં જોઈશું.

[પાન ૩ પર બ્લર્બ]

“આપણું આખું જીવન બીજા લોકો પર આધારિત છે.”—આલ્બર્ટ આઇન્સ્ટાઈન

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો