વાચકો તરફથી પ્રશ્નો
જો કોઈ અભિષિક્ત ભાઈ કે બહેન બીમારીને કારણે મેમોરિયલમાં આવી ન શકે, તો શું તેઓ માટે કોઈ ખાસ ગોઠવણ કરી શકાય?
હા, ચોક્કસ! આવું બને ત્યારે, કોઈ વડીલ અથવા અનુભવી ભાઈએ, એ સાંજ સુધીમાં જ અભિષિક્ત ભાઈ કે બહેન પાસે રોટલી અને દ્રાક્ષારસ લઈ જવા જોઈએ.
મુલાકાત લઈ રહેલા ભાઈએ, સૌથી પહેલાં એ જોવું જોઈએ કે અભિષિક્ત ભાઈ કે બહેનની હાલત કેવી છે. પછી ટૂંકમાં મેમોરિયલને લગતી અમુક કલમો વાંચવી જોઈએ અને ઈસુએ મેમોરિયલ વખતે જેમ કર્યું તેમ જ કરવું જોઈએ. દાખલા તરીકે, તે માત્થી ૨૬:૨૬ જેવી કોઈ કલમ વાંચીને સમજાવી શકે. પછી પ્રાર્થના કરીને તેઓને રોટલી આપી શકે. એ પછી, તે માત્થીના ૨૬મા અધ્યાયની ૨૭ અને ૨૮મી કલમો વાંચી શકે. પછી બીજી પ્રાર્થના કરીને, તેઓને દ્રાક્ષારસ આપી શકે. તેમ જ છેલ્લે પણ પ્રાર્થના કરવી જોઈએ.
જો કે અભિષિક્ત ભાઈ કે બહેનોએ મેમોરિયલમાં આવવા પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ, જો તેઓ સખત બીમાર હોય અથવા દવાખાનામાં દાખલ હોય તો શું? અથવા તેઓ કોઈ એવી મુશ્કેલીમાં ફસાય જાય જેને લીધે તેઓ મેમોરિયલમાં આવી ન શકે તો શું? એમ હોય તો, મુસાના નિયમમાં કરવામાં આવેલી ગોઠવણ પ્રમાણે ૩૦ દિવસ પછીની સાંજે, તેઓ મેમોરિયલની ઉજવણી કરી શકે.—ગણના ૯:૯-૧૪.