વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૩/૧ પાન ૩૨
  • “મારામાં જીવવાની તમન્‍ના જાગી”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “મારામાં જીવવાની તમન્‍ના જાગી”
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૩/૧ પાન ૩૨

“મારામાં જીવવાની તમન્‍ના જાગી”

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે, આજે દુનિયામાં ૧૨ કરોડથી પણ વધારે લોકો હતાશા કે ડિપ્રેશનથી પીડાય છે. એના લીધે દર વર્ષે દસ લાખ લોકો આપઘાત કરે છે. બીજા એકથી બે કરોડ લોકો આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે. આવા લોકોનું દુઃખ દૂર કરવાનો શું કોઈ ઇલાજ છે? કદાચ તબીબી સારવારથી તેઓનું દુઃખ ઓછું થઈ શકે. તેમ જ, તેઓને પ્રેમ અને આશ્વાસનની પણ ખૂબ જ જરૂર છે. વળી, જેઓ અમુક સમયથી હતાશ થઈ ગયા છે તેઓને યહોવાહના સાક્ષીઓના બાઇબલ આધારિત પ્રકાશનોમાંથી ઘણી મદદ મળી છે. એની સાબિતી ફ્રાંસથી આવેલો આ પત્ર આપે છે.

“થોડા દિવસો પહેલાં જ મને જીવવું જ ન હતું. હું ઈશ્વરને હંમેશાં પ્રાર્થના કરતો હતો કે મને મરી જવા દો અથવા કોઈ રસ્તો બતાવો. જોકે, હું અંદરથી તો મરી જ ગયો હતો. મેં યહોવાહના સાક્ષીઓની ૨૦૦૨ની યરબુક વાંચવાનું નક્કી કર્યું અને ત્રણ જ દિવસમાં એ વાંચી નાખી. એ વાંચ્યા પછી મારામાં જીવવાનો ઉમંગ જાગ્યો અને ઈશ્વરમાં શ્રદ્ધા વધી.”

“પછી જૂના ચોકીબુરજ અને સજાગ બનો! મેગેઝિનો વાંચીને હું ખૂબ નવાઈ પામ્યો! કેમ કે હું ૧૫ વર્ષથી આ મેગેઝિનો વાંચતો આવ્યો છું. પણ એ લેખો વાંચતી વખતે મેં એની કદર કરી ન હતી. હવે હું જોઈ શકું છું કે એ લેખો કેટલા ઉત્તેજનભર્યા છે. ખરેખર, દુખિયારા માટે એ પ્રેમથી લખવામાં આવ્યા છે. આવો પ્રેમ આજે ભાગ્યે જ જોવા મળે છે. હા, એનાથી હવે મારામાં જીવવાની તમન્‍ના જાગી છે.”

બાઇબલ કહે છે: ‘આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર લોકોને તે તારે છે.’ (ગીતશાસ્ત્ર ૩૪:૧૮) ખરેખર, ‘આશાભંગ થયેલાઓને’ અને “નમ્ર” લોકોને બાઇબલ દિલાસો આપે છે. બાઇબલ એ પણ જણાવે છે કે, પરમેશ્વર જલદી જ દુઃખનો અંત લઈ આવશે અને બધા જ સુખી જીવનનો આનંદ માણશે. જેઓ પરમેશ્વરના વચનોમાંથી દિલાસો પામવા ચાહે છે તેઓને યહોવાહના સાક્ષીઓ બાઇબલ આધારિત પ્રકાશનો આપીને મદદ કરે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો