વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૧૧/૧ પાન ૩૨
  • વખાણ કોને ન ગમે!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વખાણ કોને ન ગમે!
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૧૧/૧ પાન ૩૨

વખાણ કોને ન ગમે!

એક નાની છોકરી માટે એ સારો દિવસ હતો. એ દિવસે તેણે કંઈ ધમાલ કરી ન હતી. એ પહેલાં આ છોકરી પર તેની મમ્મી ઘણી વાર ખિજાતી હતી. એ રાત્રે તેને સુવડાવ્યા પછી, તેની મમ્મીને ખબર પડી કે તે ડૂસકાં ભરીને રડતી હતી. મમ્મીએ તેને પૂછ્યું કે તે કેમ રડે છે ત્યારે, તેણે કહ્યું: “તેં મને ગુડ ગર્લ કેમ ના કહ્યું?”

એ સાંભળીને તેની મમ્મીને ઘણું દુઃખ થયું. તે હંમેશાં દીકરીને કંઈને કંઈ ઠપકો આપતી હતી. પણ એ દિવસે તે ખૂબ ડાહી રહી હતી. મમ્મીએ એ જોયું હોવા છતાં, તેના કોઈ વખાણ કર્યા ન હતા.

આ નાની છોકરીની જેમ, આપણને બધાને પણ વખાણની જરૂર છે. જેમ આપણને સમયે સમયે જરૂરી સલાહ અને ઠપકો મળે છે તેમ, આપણે કંઈ સારું કરીએ ત્યારે વખાણ પણ થવા જોઈએ.

કોઈ ખરા દિલથી તમારા વખાણ કરે તો, તમને કેવું લાગશે? શું એનાથી તમને ખુશી નહિ થાય? હા, એનાથી આપણને ખબર પડે છે કે કોઈ સાચે જ આપણને જુએ છે અને આપણી કાળજી રાખે છે. એનાથી આપણે એ પણ અનુભવીએ છીએ કે આપણે કોઈ મહત્ત્વનું કામ કર્યું છે અને ફરી વાર એવું કોઈ કામ કરવા પ્રેરાઈએ છીએ. ખરેખર, કોઈ ખરા દિલથી આપણા વખાણ કરે છે ત્યારે, આપણને એ વ્યક્તિ ગમવા લાગે છે.​—⁠નીતિવચનો ૧૫:૨૩.

ઈસુ ખ્રિસ્તને પણ ખબર હતી કે વખાણ કરવા કેટલું મહત્ત્વનું છે. તાલાંતના દૃષ્ટાંતમાં ધણી (ઈસુ ખ્રિસ્ત પોતે) બે વફાદાર સેવકોના વખાણ કરતા કહે છે: “શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર.” આ સાંભળીને તેઓને કેવી ખુશી થઈ હશે! તેઓમાંથી એકે પોતાની ક્ષમતા પ્રમાણે ઓછું અને બીજાએ વધારે આપ્યું હતું. તોપણ તેઓના સરખા વખાણ કરવામાં આવ્યા હતા.​—⁠માત્થી ૨૫:૧૯-૨૩.

ચાલો આપણે નાની છોકરીની મમ્મીને યાદ રાખીએ. વખાણ કરવામાં આપણે કોઈની આંખોમાં આંસુ આવી જાય ત્યાં સુધી રાહ ન જોઈએ. બીજાઓને કંઈ પણ સારું કરતા જોઈએ ત્યારે, તેઓના વખાણ કરીએ. ચાલો આપણે ખરા દિલથી વખાણ કરવા કોઈ પણ તકને જવા ન દઈએ.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો