વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w00 ૪/૧૫ પાન ૩૨
  • એવું પ્રદાન, જે યહોવાહની નજરમાં મૂલ્યવાન છે.

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એવું પ્રદાન, જે યહોવાહની નજરમાં મૂલ્યવાન છે.
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
w00 ૪/૧૫ પાન ૩૨

એવું પ્રદાન, જે યહોવાહની નજરમાં મૂલ્યવાન છે.

મોઝામ્બિકમાં યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીએ આ પ્રમાણેનો પત્ર મેળવ્યો:

“હું સાત વર્ષનો છું, અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. હું મરઘીનાં બચ્ચાને ઉછેરીને વેચવાથી મેળવેલા આ પૈસા મોકલું છું. મેં એને ૧૨,૦૦૦ મેટીકાસ [એક ડૉલર]માં વેચ્યું. મેં પહેલી વાર મરઘીના એક બચ્ચાને પાળ્યું છે. હું એને એક મરઘા તરીકે ઉછેરી શક્યો એ માટે યહોવાહનો આભાર માનું છું. હું ઇચ્છું છું કે આ પ્રદાનનો ઉપયોગ યહોવાહના રાજ્યકાર્યને આગળ ધપાવવા કરવામાં આવે.

“નોંધ: આ પત્ર લખવા મારા પિતાએ મને મદદ કરી છે.”

જે લોકો પોતાની વધારાની ભૌતિક સંપત્તિમાંથી દાન કરે છે એને કેટલાક ઉદારતા ગણે છે. તેમ છતાં, આપણે બાઇબલ અહેવાલ વાંચીએ છીએ કે એક વિધવાએ ધર્મભંડારમાં ફક્ત “બે દમડી” નાખી. આ ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ કે કેટલા પ્રમાણમાં દાન કરવામાં આવે છે એમાં ઉદારતા નથી પણ જે હૃદયથી આપવામાં આવે છે એમાં ઉદારતા છે.—લુક ૨૧:૧-૪.

હૃદયથી આપેલી દરેક ભેટની યહોવાહ કદર કરે છે, પછી એ ભેટ ગમે તેટલી નાની કેમ ના હોય. જે લોકો પોતાનો સમય, શક્તિ અથવા ભૌતિક માલમિલકતનો ઉપયોગ દેવના રાજ્યકાર્યને આગળ ધપાવવા કરે છે અને તેમની ઉદારતાનું અનુકરણ કરે છે તેઓને તે આશીર્વાદ આપે છે.—માત્થી ૬:૩૩; હેબ્રી ૬:૧૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો