વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w00 ૩/૧૫ પાન ૩૨
  • ન્યૂયૉર્ક શહેરની એક યાદગીરી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ન્યૂયૉર્ક શહેરની એક યાદગીરી
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
w00 ૩/૧૫ પાન ૩૨

ન્યૂયૉર્ક શહેરની એક યાદગીરી

અહીં દેખાય છે એ નિશાની, ૧૯૫૦થી બ્રુકલિન, ન્યૂયૉર્કમાંની વૉચટાવર સંસ્થાની ફેક્ટરીના બહુમાળી મકાન પર મોટા અક્ષરે લખવામાં આવી હતી. એ અપડાઉન કરનારાઓ, પર્યટકો અને ત્યાંથી પસાર થનારાઓને દરરોજ બાઇબલ વાંચન કરવાનું યાદ દેવડાવે છે. એક નાની સાક્ષી છોકરી તરફથી મળેલો નીચેનો પત્ર, આ સૂચનાની અસરકારકતા બતાવે છે.

“માધ્યમિક શાળા પૂરી થઈ ગયા પછી હું શું કરવા માગું છું એ વિષે હું મારી એક સહાદ્યાયીને જણાવી રહી હતી. મેં યહોવાહના સાક્ષીઓના મુખ્યમથક, બેથેલ વિષે વાત કરવાનું શરૂ કર્યું અને તે ખૂબ આનંદમાં આવી ગઈ. તેણે મને કહ્યું કે તે બાળપણથી જ ન્યૂયૉર્ક શહેરમાં રહી હતી. તેનું કુટુંબ નામ પૂરતું ધાર્મિક હતું, પરંતુ દરરોજ સવારે તે બારી બહાર જોતી ત્યારે, તેને એક સૂચના નજરે પડતી હતી, જે કહેતી હતી ‘દેવનો શબ્દ, પવિત્ર બાઇબલને દરરોજ વાંચો.’ તેથી તે શાળામાં જતા પહેલા દરરોજ બાઇબલ વાંચતી.

“એ શહેરમાંથી બીજે રહેવા ગયા પછી, તેને ન્યૂયૉર્ક શહેરની એક બાબતની ખૂબ ખોટ સાલે છે કે જ્યારે તે ઊંઘમાંથી ઊઠે છે ત્યારે, બાઇબલ વાંચવાની સૂચના જોવા મળતી નથી. પરંતુ વૉચટાવરના બહુમાળી મકાન પરની એ સૂચનાને કારણે, બાઇબલ વાંચન એક ટેવ બની ગઈ છે, જેથી તે દરરોજ બાઇબલ વાંચે છે!”

દેવના શબ્દનો એક ભાગ વાંચીને દિવસની શરૂઆત કરવા કરતાં બીજી સારી રીત કઈ હોય શકે! એમ કરવામાં, તમે પ્રેષિત પાઊલના શબ્દોની કદર કરશો: “પવિત્ર શાસ્ત્ર . . . ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા તારણને સારૂ તને જ્ઞાન આપી શકે છે.”—૨ તીમોથી ૩:૧૫-૧૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો