વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w00 ૩/૧ પાન ૩૨
  • એક પુસ્તકે તેઓનું લગ્‍ન બચાવ્યું.

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એક પુસ્તકે તેઓનું લગ્‍ન બચાવ્યું.
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
w00 ૩/૧ પાન ૩૨

એક પુસ્તકે તેઓનું લગ્‍ન બચાવ્યું.

“મારી આંગળીઓ જુઓ. તમને કંઈક અલગ લાગે છે?” એક માણસે યહોવાહના સાક્ષી બહેનને પોતાનો હાથ બતાવ્યો. બહેને તરત જ માર્ક કર્યું કે હવે તે માણસની આંગળીમાં લગ્‍નની વીંટી ન હતી. તેણે જણાવ્યું કે તેની પત્ની સાથે તેને લાંબા સમયથી બનતું ન હોવાથી હવે તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. સાક્ષી બહેને કહ્યું, “ના, એમ ન કરશો! આ પુસ્તક લો અને એ શું કહે છે એ વાંચો. એ તમને તમારું લગ્‍નજીવન બચાવવા મદદ કરશે.” આમ કહીને તેમણે તે માણસને એક બાઇબલ આધારિત પુસ્તક આપ્યું. એ પુસ્તકનું નામ જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છેa હતું.

થોડા દિવસો પછી એ માણસ સાક્ષી બહેન પાસે પાછો આવ્યો, આ સમયે એ ઘણો જ ખુશ હતો. તેણે બહેનને પોતાનો હાથ બતાવ્યો, હવે તેના હાથમાં લગ્‍નની એ જ વીંટી હતી જે પહેલા તેણે કાઢી નાંખી હતી. તે માણસે સાક્ષી બહેનને જણાવ્યું કે તેણે અને તેની પત્નીએ જ્ઞાન પુસ્તક વાંચ્યું હતું અને હવે તેઓ ખૂબ જ ખુશ છે. આમ, પુસ્તકે શાબ્દિક અર્થમાં તેની આંગળીમાં ફરીથી વીંટી પહેરાવી અને તેઓનું લગ્‍નજીવન બચાવ્યું.

આ પુસ્તકમાંની બાઇબલ સલાહ પતિ-પત્નીને એકબીજા પ્રત્યે સાચો પ્રેમ બતાવવા મદદ કરી શકે. કારણ કે બાઇબલના રચયિતા બીજું કોઈ નહિ પણ આપણા સૃષ્ટિકર્તા છે. જે કહે છે: “તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઈસ્રાએલનો પવિત્ર દેવ એવું કહે છે, કે હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.”—યશાયાહ ૪૮:૧૭.

[ફુટનોટ]

a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો