વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w00 ૧/૧૫ પાન ૩૨
  • બાઇબલ વિતરણમાં વધારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ વિતરણમાં વધારો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
w00 ૧/૧૫ પાન ૩૨

બાઇબલ વિતરણમાં વધારો

પહેલાં કરતાં આજે ઘણા લોકો પાસે બાઇબલ છે. યુનાઈટેડ બાઇબલ સોસાયટીઓ સૂચવે છે કે, ૧૯૯૮માં અગાઉના વર્ષની સરખામણીમાં, પાંચ લાખ કરતાં વધારે બાઇબલનું વિતરણ થયું છે. આખી પૃથ્વી પર આખું અથવા અમુક ભાગોમાં ૫૮,૫૦,૦૦,૦૦૦ કરતાં વધારે બાઇબલ વિતરણ થયા હતા. અહેવાલ જણાવે છે કે, “એ જાણીને ઘણું ઉત્તેજન મળે છે. આજે ઘણા લોકો પાસે દેવનો શબ્દ, બાઇબલ છે.”

જોકે, બાઇબલ હોવું અને વાંચવું એમાં ઘણો ફરક છે. દાખલા તરીકે, એક સર્વેક્ષણ પ્રમાણે અમેરિકાના ૯૦ ટકાથી વધારે નાગરિકો પાસે એક બાઇબલ તો જરૂર હોય છે. તેમ જ, એટલા જ લોકો માને છે કે બાઇબલ નૈતિક શિક્ષણ માટે ઉપયોગી છે. છતાં, ફક્ત ૫૯ ટકા લોકો જ સલાહ માટે બાઇબલ ઉપયોગમાં લે છે. વળી, ૨૯ ટકા સ્વીકારે છે કે, બાઇબલ વિષે તેઓ “ખૂબ જ ઓછું” અથવા “જરાય” જાણતા નથી.

યહોવાહના સાક્ષીઓ ફક્ત બાઇબલ છાપીને તેનું વિતરણ જ કરતા નથી. પરંતુ, તેઓ ૨૩૦થી વધારે દેશોમાં લોકો સાથે બાઇબલ વિષે ચર્ચા કરે છે. પૃથ્વી પર આજે લાખો લોકો આ બાઇબલ શિક્ષણનો લાભ લે છે. તેઓને હાલની સમસ્યાઓનો સામનો કરવા મદદ મળે છે. વળી, તેઓ બાઇબલમાંથી શીખે છે કે, દેવના રાજ્ય હેઠળ કેવું ભાવિ હશે!—યશાયાહ ૪૮:૧૭, ૧૮; માત્થી ૬:૯, ૧૦.

[પાન ૩૨ પર ચિત્રો]

બૉલિવિયા, ઘાના, શ્રીલંકા, અને ઇંગ્લૅંન્ડમાં બાઇબલની ચર્ચા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો