ગીત ૯૭
ઈશ્વરની વાણી પર જીવન નભે
૧. રોટલી વિના જીવી જવાય
યાહ વિના ન જિવાય
પીઉં હું જીવનનું પાણી
સાંભળું યાહની વાણી
એ ટકાવે મારી જિંદગી
ને આપે સુખ-શાંતિ
(ટેક)
રોટલી વિના જીવી જવાય
યાહ વિના ન જિવાય
કાયમ ઈશ્વરની વાણી પર
મારું જીવન નભે
૨. બાઇબલમાં છે કહાનીઓ
ઈશ્વરના ભક્તોની
એ કહાનીઓ ઈશ્વરની
છે ભક્તિ કરવાની
એમાંથી આપણે શીખવાનું
ને પગલે ચાલવાનું
(ટેક)
રોટલી વિના જીવી જવાય
યાહ વિના ન જિવાય
કાયમ ઈશ્વરની વાણી પર
મારું જીવન નભે
૩. હું અંધારી ખીણમાં ચાલું
ન કોઈ મારી જોડે
તારી છડી મને દોરે
ને સહારો આપે
પકડી રાખું સદા એને
ન કદી હું છોડું
(ટેક)
રોટલી વિના જીવી જવાય
યાહ વિના ન જિવાય
કાયમ ઈશ્વરની વાણી પર
મારું જીવન નભે