ગીત ૮૮
ચલાવજે તારા માર્ગે
૧. યહોવા તારા બોલ અમને તેં કીધા
એ બોલ અમે સૌએ છે પીધા
સચ્ચાઈનો તેં તો દીવો છે પ્રગટાવ્યો
અમને મળ્યો છે પ્રકાશ એનો
(ટેક)
શીખવજે હે, યહોવા તું અમને
ચલાવજે તારા માર્ગે તું અમને
પ્રેમના રંગે રંગજે રે તું અમને
આપજે અનેરી ખુશી તું અમને
૨. વિચારો તારા ઊંચા શિખર જેવા
સમજ છે ઊંડા સાગર જેવી
તારા શબ્દો છે ચોખ્ખા સોના જેવા
તારી વાણી શુદ્ધ ચાંદી જેવી
(ટેક)
શીખવજે હે, યહોવા તું અમને
ચલાવજે તારા માર્ગે તું અમને
પ્રેમના રંગે રંગજે રે તું અમને
આપજે અનેરી ખુશી તું અમને