ગીત ૫૧
યહોવાને જીવન અર્પણ કરું
૧. યાહે મોકલ્યા ઈસુને મારા માટે
હું તો ચાલું ઈસુને પગલે
રાજગાદી યહોવાની
મેઘધનુષથી ઘેરાયલી
છે ભરોસો તારામાં
નથી દિલમાં બીજું કોઈ
(ટેક)
યહોવા મારું આ જીવન, તારે ચરણે
કરું છું આજે અર્પણ હું તને
૨. યહોવા વચન આપું હું આજે તને
કરીશ ખુશ સદા તારા દિલને
ઓળખ તારાથી મળી
મળ્યું છે મોટું સન્માન
હું કરીશ બધે એલાન
તુંજ તો છે સાચો ભગવાન
(ટેક)
યહોવા મારું આ જીવન, તારે ચરણે
કરું છું આજે અર્પણ હું તને
(ગીત. ૪૩:૩; ૧૦૭:૨૨; યોહા. ૬:૪૪ પણ જુઓ.)