ગીત ૧
યહોવાના ગુણો
૧. ય-હો-વા તું મહા શક્તિમાન
સૌ જોશે કે તું છો સૌથી મહાન
તારા બળથી જીવે મા-નવ-જાત
સૃષ્ટિભરમાં છે તારી તાકાત
૨. તારે આં-ગ-ણે સાચો ન્યાય વહે
દિલમાં એનો હર ઘૂંટ તો વહે
મધથી પણ ઘણો મીઠો લાગે છે
દિલમાં આપે છે મને ઠંડક
૩. તારા પ્રેમનો તો નથી કો-ઈ પાર
મારા પર છે તારી કૃપા અપાર
વસે તારું સુંદર નામ યહોવા
મારા દિલમાં હા મારા દિલમાં
(ગીત. ૩૬:૯; ૧૪૫:૬-૧૩; સભા. ૩:૧૪; યાકૂ. ૧:૧૭ પણ જુઓ.)