ભાગ બેમાં શું છે?
જૂના જમાનામાં ખરાબ લોકોનો નાશ કરવા યહોવા મોટું પૂર લાવ્યા. તેમણે કેમ એવું કર્યું? માણસોની શરૂઆત થઈ ત્યારથી, શેતાન યહોવાની સામે થયો તેમજ ભલાઈ અને બૂરાઈ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. આદમ, હવા, તેઓનો દીકરો કાઈન અને એવા ખરાબ લોકોએ શેતાનની બાજુ રહેવાનું પસંદ કર્યું. પણ હાબેલ અને નૂહ જેવા બીજા અમુક લોકોએ યહોવાની બાજુ રહેવાનું પસંદ કર્યું. મોટા ભાગના લોકો એટલા ખરાબ હતા કે યહોવાએ એ બધા લોકોનો નાશ કર્યો. આ ભાગમાં શું શીખીશું? યહોવા જુએ છે કે આપણે કોની બાજુ રહીએ છીએ. એટલું જ નહિ, તે ખરાબ લોકોને ક્યારેય જીતવા નહિ દે.