વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૯૫ પાન ૨૨૨-પાન ૨૨૩ ફકરો ૧
  • તેઓને પ્રચાર કરતા કંઈ પણ રોકી શક્યું નહિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તેઓને પ્રચાર કરતા કંઈ પણ રોકી શક્યું નહિ
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • ‘અમારા રાજા તો ઈશ્વર છે, અમે ઈશ્વરની જ આજ્ઞા માનીશું’
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • તમે કોનું કહેવું માનશો, ઈશ્વરનું કે માણસનું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • “અભણ અને સામાન્ય માણસો”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • પોતાના ગુરુ પાસેથી તે માફી આપવાનું શીખ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૯૫ પાન ૨૨૨-પાન ૨૨૩ ફકરો ૧
યાજકો અને સાદુકીઓના વિરોધ છતાં, પિતર અને યોહાન હિંમતથી પ્રચાર કરે છે

પાઠ ૯૫

તેઓને પ્રચાર કરતા કંઈ પણ રોકી શક્યું નહિ

એક માણસ લંગડો હતો. તે દરરોજ મંદિરના દરવાજા પાસે બેસીને ભીખ માંગતો હતો. એક બપોરે તેણે પિતર અને યોહાનને મંદિરમાં જતા જોયા. તેણે તેઓને કહ્યું: ‘મને કંઈક આપો.’ પિતરે કહ્યું: ‘મારી પાસે પૈસા કરતાં પણ કંઈક વધારે છે, જે હું તને આપવા માંગું છું. ઈસુના નામમાં કહું છું, ઊભો થા અને ચાલ!’ પિતરે તેને ઊભો કર્યો અને એ માણસ ચાલવા લાગ્યો. એ ચમત્કાર જોઈને લોકો ખુશીથી ઝૂમી ઊઠ્યા અને ઘણા બધા લોકો ઈસુના શિષ્યો બન્યા.

પણ યાજકો અને સાદુકીઓ ખૂબ ગુસ્સે થયા. તેઓ પ્રેરિતોને પકડીને ન્યાયસભામાં લઈ ગયા અને કડક અવાજે પૂછ્યું: ‘એ માણસને સાજો કરવાની શક્તિ તમને કોણે આપી?’ પિતરે કહ્યું: ‘અમને ઈસુ ખ્રિસ્તે એ શક્તિ આપી છે, જેમને તમે મારી નાખ્યા હતા.’ ધર્મગુરુઓએ મોટેથી કહ્યું: ‘ઈસુ વિશે વાત કરવાનું બંધ કરો.’ પણ પ્રેરિતોએ કહ્યું: ‘અમે તો તેમના વિશે વાત કરીશું જ. અમે એ બંધ નહિ કરીએ.’

ન્યાયસભાએ પિતર અને યોહાનને છોડી દીધા. તેઓ તરત શિષ્યો પાસે ગયા અને જે બન્યું હતું એ બધું જણાવ્યું. તેઓએ ભેગા મળીને પ્રાર્થના કરી: ‘હે યહોવા, અમને હિંમત આપો જેથી તમે સોંપેલું કામ કરતા રહીએ.’ યહોવાએ તેઓને પવિત્ર શક્તિ આપી. તેઓએ લોકોને પ્રચાર કરવાનું અને સાજા કરવાનું ચાલુ રાખ્યું. વધારે ને વધારે લોકો ઈસુના શિષ્યો બન્યા, એટલે સાદુકીઓ ઈર્ષાથી સળગી ઊઠ્યા. તેઓએ પ્રેરિતોને પકડીને જેલમાં નાખી દીધા. પણ યહોવાએ રાતે એક દૂત મોકલ્યો. તેણે જેલના દરવાજા ખોલી નાખ્યા અને પ્રેરિતોને કહ્યું: ‘મંદિરમાં પાછા જાઓ અને લોકોને શીખવો.’

બીજા દિવસે સવારે ધર્મગુરુઓની ન્યાયસભાને ખબર આપવામાં આવી: ‘જેલના દરવાજે હજુ તાળાં છે, પણ તમે જે માણસોને પકડ્યા હતા તેઓ અંદર નથી. તેઓ મંદિરમાં લોકોને શીખવી રહ્યા છે.’ તેઓએ પ્રેરિતોને ફરીથી પકડ્યા અને ન્યાયસભા આગળ ઊભા કર્યા. પ્રમુખ યાજકે કહ્યું: ‘અમે તમને હુકમ આપ્યો હતો કે તમારે ઈસુના નામે કંઈ કહેવું નહિ.’ પણ પિતરે કહ્યું: “અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.”

ધર્મગુરુઓ એટલા ગુસ્સે થયા કે પ્રેરિતોને મારી નાખવા માંગતા હતા. પણ ગમાલિયેલ નામના એક ફરોશીએ ઊભા થઈને કહ્યું: ‘ધ્યાન રાખજો! કદાચ ઈશ્વર એ માણસો સાથે હોય. શું તમે ખરેખર ઈશ્વર સામે લડવા માંગો છો?’ તેઓએ ગમાલિયેલની વાત માની. ધર્મગુરુઓએ પ્રેરિતોને ફટકા મરાવ્યા, પ્રચાર બંધ કરવાનો હુકમ ફરીથી આપ્યો અને પછી છોડી દીધા. પણ પ્રેરિતોએ પ્રચાર કરવાનું છોડ્યું નહિ. તેઓ મંદિરમાં અને ઘરે ઘરે જઈને હિંમતથી ખુશખબર જણાવતા રહ્યા.

“અમારા રાજા તો ઈશ્વર છે, એટલે અમે માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.”—પ્રેરિતોનાં કાર્યો ૫:૨૯

સવાલ: શિષ્યોએ પ્રચાર કરવાનું કેમ છોડ્યું નહિ? યહોવાએ કઈ રીતે તેઓને મદદ કરી?

પ્રેરિતોનાં કાર્યો ૩:૧–૪:૩૧; ૫:૧૨-૪૨

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો