વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૭૫ પાન ૧૭૮-પાન ૧૭૯ ફકરો ૪
  • શેતાને ઈસુની કસોટી કરી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શેતાને ઈસુની કસોટી કરી
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • ‘શેતાનની સામે થવા’ ઈસુને પગલે ચાલો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • ઈસુએ જે રીતે લાલચોનો સામનો કર્યો, એમાંથી શીખીએ
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • શેતાન તે ફક્ત અંધશ્રદ્ધા નથી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૭૫ પાન ૧૭૮-પાન ૧૭૯ ફકરો ૪
ઈસુ મંદિરની ટોચ પરથી કૂદવાની ના પાડી રહ્યા છે

પાઠ ૭૫

શેતાને ઈસુની કસોટી કરી

ઈસુ પથ્થરને રોટલી બનાવવાની ના પાડી રહ્યા છે

ઈસુએ બાપ્તિસ્મા લીધું એ પછી, પવિત્ર શક્તિ તેમને વેરાન વિસ્તારમાં દોરી ગઈ. ઈસુએ ૪૦ દિવસ સુધી કંઈ ખાધું ન હતું. તેમને બહુ ભૂખ લાગી હતી. એટલે શેતાને તેમને લાલચ આપવાની કોશિશ કરી. શેતાને પહેલી લાલચ આપતા ઈસુને કહ્યું: ‘જો તું સાચે જ ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરને કહે કે એ રોટલી બની જાય.’ પણ ઈસુએ શાસ્ત્રમાંથી જવાબ આપ્યો: ‘લખ્યું છે કે માણસ ફક્ત ખોરાકથી જીવતો નથી. જીવતા રહેવા જરૂરી છે કે તે યહોવાની દરેક વાત માને.’

બીજી લાલચ આપતા શેતાને ઈસુને કહ્યું: ‘જો તું સાચે જ ઈશ્વરનો દીકરો હોય, તો મંદિરની ટોચ પરથી કૂદી જા. કેમ કે એમ લખેલું છે કે ઈશ્વર પોતાના દૂતોને મોકલીને તને ઝીલી લેશે.’ ઈસુએ ફરી એક વાર શાસ્ત્રમાંથી જણાવ્યું: ‘લખેલું છે કે તું તારા ઈશ્વર યહોવાની કસોટી ન કર.’

શેતાન ઈસુને લાલચ આપે છે કે દુનિયાનાં બધાં રાજ્યો તેમને આપશે. પણ ઈસુ સાફ ના પાડે છે

શેતાને ત્રીજી લાલચ આપતા ઈસુને દુનિયાનાં બધાં રાજ્યો અને એની જાહોજલાલી બતાવ્યાં અને કહ્યું: ‘જો તું ફક્ત એક વાર મારી ભક્તિ કરીશ, તો હું આ બધાં રાજ્યો અને એની જાહોજલાલી તને આપી દઈશ.’ ઈસુએ તેને કહ્યું: ‘અહીંથી ચાલ્યો જા શેતાન! એમ લખેલું છે કે ફક્ત ઈશ્વર યહોવાની ભક્તિ કરવી જોઈએ.’

એ સાંભળીને શેતાન ત્યાંથી જતો રહ્યો અને દૂતોએ આવીને ઈસુને ખાવાનું આપ્યું. પછી ઈસુ લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા લાગ્યા. ઈસુ ધરતી પર એ જ કામ માટે આવ્યા હતા. ઈસુ જે શીખવતા, એ લોકોને ખૂબ ગમતું. તે જ્યાં પણ જતા લોકો તેમની પાછળ પાછળ જતા.

“તે [શેતાન] પોતાના સ્વભાવ પ્રમાણે જૂઠું બોલે છે, કારણ કે તે જૂઠો અને જૂઠાનો બાપ છે.”—યોહાન ૮:૪૪

સવાલ: ઈસુ સામે કઈ ત્રણ લાલચો આવી? ઈસુએ કઈ રીતે શેતાનને જવાબ આપ્યો?

માથ્થી ૪:૧-૧૧; માર્ક ૧:૧૨, ૧૩; લૂક ૪:૧-૧૫; પુનર્નિયમ ૬:૧૩, ૧૬; ૮:૩; યાકૂબ ૪:૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો