પાઠ ૨૩
અમારા સાહિત્યનું લખાણ અને ભાષાંતર કેવી રીતે કરવામાં આવે છે?
લખાણ વિભાગ, અમેરિકા
દક્ષિણ કોરિયા
આર્મેનિયા
બુરુન્ડી
શ્રીલંકા
‘સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજાના’ લોકો સુધી ખુશખબર ફેલાવવા માટે અમે લગભગ ૭૫૦ ભાષાઓમાં સાહિત્ય બહાર પાડીએ છીએ. (પ્રકટીકરણ ૧૪:૬) આટલું અઘરું કામ અમે કેવી રીતે કરીએ છીએ? અમે દુનિયા ફરતે આવેલા લખાણ વિભાગમાંના અને ભાષાંતર કરનારાં ભાઈ-બહેનોની મદદથી એ કરીએ છીએ. તેઓ બધા યહોવાના સાક્ષીઓ છે.
મૂળ લખાણ અંગ્રેજીમાં તૈયાર થાય છે. નિયામક જૂથ અમારા મુખ્યમથકેથી લખાણ વિભાગ પર દેખરેખ રાખે છે. આ વિભાગ મુખ્યમથકમાં અને અમુક શાખા કચેરીમાં રહેતા લેખકોને કામ સોંપે છે અને એનું ધ્યાન રાખે છે. આ વિભાગમાં અલગ અલગ દેશોના ભાઈ-બહેનો હોવાને લીધે અમારું સાહિત્ય જુદા જુદા વિષયો પર હોય છે. પરિણામે, દુનિયા ફરતે વધુને વધુ લોકોને અમારું સાહિત્ય વાંચવું ગમે છે.
ભાષાંતરકારોને લેખ મોકલવામાં આવે છે. અંગ્રેજી લેખમાં સુધારા-વધારા કર્યા પછી મંજૂરી મળે એટલે દુનિયાભરમાં આવેલા ભાષાંતરકારોને કૉમ્પ્યુટર મારફતે એ મોકલવામાં આવે છે. તેઓ લેખનું ભાષાંતર કરે છે. અંગ્રેજીમાંથી પોતાની ભાષામાં પૂરો અર્થ જળવાઈ રહે એવા યોગ્ય શબ્દો તેઓ પસંદ કરે છે.—સભાશિક્ષક ૧૨:૧૦.
કૉમ્પ્યુટરની મદદથી કામ ઝડપી થાય છે. લેખકો અને ભાષાંતરકારોની તોલે કૉમ્પ્યુટર ન આવી શકે. તોપણ, કૉમ્પ્યુટરમાંના શબ્દકોશો અને સંશોધનની માહિતીથી કામ ઝડપી બને છે. યહોવાના સાક્ષીઓએ મલ્ટીલેંગ્વેજ ઇલેક્ટ્રોનિક પબ્લિશિંગ સિસ્ટમ (મેપ્સ) નામે પ્રોગ્રામ બનાવ્યો છે. એની મદદથી અનેક ભાષાઓમાં લખી શકાય છે. પછી એ લખાણને પહેલેથી તૈયાર ડિઝાઇનમાં ગોઠવી શકાય છે અને છાપવા માટે તૈયાર કરી શકાય છે.
શા માટે અમે ઘણી બધી ભાષાઓમાં સાહિત્ય છાપવા આટલી મહેનત કરીએ છીએ, પછી ભલે એ ભાષા થોડાક હજાર લોકો બોલતા હોય? કેમ કે યહોવાની ઇચ્છા છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.”—૧ તીમોથી ૨:૩, ૪.
અમારું સાહિત્ય કઈ રીતે તૈયાર કરવામાં આવે છે?
અમે શા માટે અનેક ભાષાઓમાં સાહિત્ય ભાષાંતર કરીએ છીએ?