વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bm ભાગ ૧૨ પાન ૧૫
  • ઈશ્વરનું જ્ઞાન જીવનમાં ખરી રાહ બતાવે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરનું જ્ઞાન જીવનમાં ખરી રાહ બતાવે છે
  • બાઇબલનો સંદેશો શું છે?
  • સરખી માહિતી
  • નીતિવચનો ૩:૫, ૬—“તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ”
    બાઇબલ કલમોની સમજણ
  • નીતિવચનો ૨૨:૬—“બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ”
    બાઇબલ કલમોની સમજણ
  • બુદ્ધિશાળી રાજા સુલેમાન
    બાઇબલનો સંદેશો શું છે?
  • નીતિવચનોના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
બાઇબલનો સંદેશો શું છે?
bm ભાગ ૧૨ પાન ૧૫
બાઇબલના જમાનામાં અનાજ ભેગું કરતા લોકો

ભાગ ૧૨

ઈશ્વરનું જ્ઞાન જીવનમાં ખરી રાહ બતાવે છે

નીતિવચનો પુસ્તકમાં ઈશ્વરથી આવેલાં સલાહ-સૂચનો છે. મોટા ભાગનાં સુલેમાને લખ્યાં છે. એનાથી રોજિંદા જીવનમાં ફાયદો થાય છે

યહોવા હંમેશા માણસનું ભલું ચાહે છે. એ માટે તેમણે નીતિવચનો પુસ્તકમાં પુષ્કળ સલાહ-સૂચનો આપ્યાં છે. સુલેમાન રાજાએ એ મોટા ભાગે કહેવતોના રૂપમાં લખ્યાં હતાં. એમાં યહોવાનું જ્ઞાન અને ડહાપણ જોવા મળે છે. રોજિંદા જીવનમાં એ ઘણી મદદ કરે છે. અમુક દાખલા જોઈએ.

ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધા વગર યહોવાના સારા ભક્ત બની જ ન શકીએ. એટલે સુલેમાને લખ્યું: “તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.” (નીતિવચનો ૩:૫, ૬) ઈશ્વર જીવનનો માર્ગ બતાવે છે. એ જાણવા તેમને અરજ કરવી જોઈએ. તે જીવનમાં રાહ બતાવશે. પછી એ પ્રમાણે જીવવું જોઈએ. એનાથી યહોવા ખુશ થશે. તે સાબિત કરશે કે શેતાન સાવ જૂઠો છે.—નીતિવચનો ૨૭:૧૧.

એકબીજા સાથે સારું વર્તન રાખો. યહોવાએ પતિ, પત્ની અને બાળકો માટે સૌથી સારી સલાહ આપી છે. એ આજે બહુ જરૂરી છે. એમાં પતિ માટે આ સલાહ છે: ‘તારી પત્નીમાં આનંદ માણ.’ એટલે કે જીવનભર તેને વફાદાર રહે. (નીતિવચનો ૫:૧૮-૨૦) નીતિવચનો એ પણ જણાવે છે કે સારી પત્ની કોને કહેવાય. એ સલાહ પાળીને પત્ની પોતાના પતિ અને બાળકોનું માન પામશે. (નીતિવચનો ૩૧મો અધ્યાય) માબાપનું સાંભળવા બાળકો માટે સરસ સલાહ છે. (નીતિવચનો ૬:૨૦) એ પણ જણાવે છે કે આપણને દોસ્તોની જરૂર છે. દોસ્ત નહિ હોય તો આપણે જાણીજોઈને એકલા રહેવા લાગીશું, બધામાં પોતાનો સ્વાર્થ શોધીશું. (નીતિવચનો ૧૮:૧) પણ કેવા દોસ્ત પસંદ કરીએ એનો ખ્યાલ રાખવો જોઈએ. જેવો સંગ તેવો રંગ.—નીતિવચનો ૧૩:૨૦; ૧૭:૧૭.

પોતાનું ધ્યાન રાખો. નીતિવચનો ચેતવે છે કે શરાબી ન બનવું જોઈએ. નફરત કે ઇર્ષા જેવી લાગણીઓ દિલમાંથી કાઢી નાખવી જોઈએ. સદ્‍ગુણો કેળવીએ. મહેનતુ બનીએ. (નીતિવચનો ૬:૬; ૧૪:૩૦; ૨૦:૧) એમ પણ જણાવે છે કે ઈશ્વરને બદલે માણસની સલાહ સાંભળીશું તો પોતાનું જ નુકસાન થશે. (નીતિવચનો ૧૪:૧૨) એ પણ અરજ કરે છે કે આપણા દિલને ખોટા વિચારોથી ભ્રષ્ટ થવા ન દઈએ, કેમ કે ‘દિલ તો જીવનનો ઝરો છે.’—નીતિવચનો ૪:૨૩

દુનિયામાં લાખો લોકોને નીતિવચનોની સલાહ પાળવાથી જીવનમાં ઘણા ફાયદા થયા છે. તેઓને પૂરી ખાતરી છે કે યહોવાનું કહેવું માનવામાં જ આપણું ભલું છે.

—આ માહિતી નીતિવચનોમાંથી છે.

  • નીતિવચનો શું શીખવે છે?

  • ઈશ્વર પર શ્રદ્ધા મૂકવા, એકબીજા સાથે સારું વર્તન રાખવા અને પોતાનું ધ્યાન રાખવા વિષે નીતિવચનો શું શીખવે છે?

સભાશિક્ષક

જીવનમાં ખરું સુખ ક્યાંથી મળે? એનો જવાબ ખૂબ અમીર અને બુદ્ધિમાન રાજા સુલેમાને આપ્યો હતો. તે મશહૂર રાજા હતા. અભ્યાસના ખૂબ શોખીન. તેમની પાસે સુખ-સગવડોનો કોઈ પાર ન હતો. અનેક મોટા બાંધકામ કરાવ્યા. ઘણી સુંદર સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યા. ખૂબ મોજ-મઝા માણી. આ બધું કરવાથી પણ શું તે સુખી થયા? ના, સુલેમાને કહ્યું કે ‘એ બધું વ્યર્થ’ કે નકામું છે. છેવટે તે સમજી શક્યા કે ખરું સુખ શાનાથી મળે છે. એટલે જ લખ્યું કે ખરું સુખ પામવું હોય તો ‘ઈશ્વરનો ભય રાખો. તેમની આજ્ઞાઓ પાળો. દરેક મનુષ્યની એ જ ફરજ છે.’—સભાશિક્ષક ૧૨:૮, ૧૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો