વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bm ભાગ ૬ પાન ૯
  • ઈશ્વરને વળગી રહેતા અયૂબ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરને વળગી રહેતા અયૂબ
  • બાઇબલનો સંદેશો શું છે?
  • સરખી માહિતી
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • અયૂબના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ‘યહોવામાં આશા રાખીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • ઠપકાને સ્વીકારનાર એક આદર્શ પુરુષ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
વધુ જુઓ
બાઇબલનો સંદેશો શું છે?
bm ભાગ ૬ પાન ૯
અયૂબના શરીર પર ફૂટી નીકળેલા ગૂમડાં

ભાગ ૬

ઈશ્વરને વળગી રહેતા અયૂબ

ઈશ્વર સામે શેતાન, અયૂબની શ્રદ્ધા પર શંકા ઉઠાવે છે. પણ અયૂબ ઈશ્વરને જ વળગી રહે છે

કોઈના પર દુ:ખોનો પહાડ તૂટી પડે તો, શું તે ઈશ્વરને વળગી રહેશે? રાજામાંથી રાંક બની જાય તોપણ ઈશ્વરને ભજતો રહેશે? અયૂબ વિષે આ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ચાલો જોઈએ કે અયૂબ કોણ હતા.

અયૂબ, ઇબ્રાહિમના સગાં હતા. આજે અરેબિયા છે એ દેશમાં રહેતા હતા. એ જમાનામાં ઇઝરાયલીઓ ઇજિપ્તમાં હતા. એ સમયે સ્વર્ગમાં એક બનાવ બન્યો. બધા સ્વર્ગદૂતો યહોવાની આગળ ભેગા થયા. શેતાન પણ આવ્યો. યહોવાએ બધા આગળ અયૂબના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ધરતી પર અયૂબ જેવો બીજો કોઈ ઈશ્વરભક્ત નથી. પણ શેતાન બોલી ઊઠ્યો, ‘એ તો તેં અયૂબને આશીર્વાદ આપ્યો છે એટલે તને ભજે છે. તેના પરથી તારો હાથ ઉઠાવી લે, બધી માલ-મિલકત લઈ લે. પછી જો, તે તારી સામું પણ નહિ જુએ.’

બધા સ્વર્ગદૂતો યહોવાની આગળ ભેગા થયા અને શેતાન પણ આવ્યો

યહોવાએ અયૂબની કસોટી કરવા શેતાનને રજા આપી. શેતાને પહેલાં તો અયૂબની માલ-મિલકત છીનવી લીધી. પછી આફત લાવીને તેમનાં દીકરા દીકરીઓને મારી નાખ્યા. છેવટે અયૂબ પર ખૂબ પીડા આપતી બીમારી લાવ્યો. અયૂબ જાણતા ન હતા કે એ બધામાં શેતાનનો હાથ છે. એ પણ સમજી ન શક્યા કે ઈશ્વર કેમ આ બધું થવા દે છે. તોય યહોવા પરથી તેમની શ્રદ્ધા ડગી નહિ.

અયૂબને ત્રણ મિત્રો મળવા આવ્યા. તેઓ નામ પૂરતા જ મિત્રો હતા. અયૂબને દિલાસો આપવાને બદલે તેઓ કહેવા લાગ્યા કે ‘તેં છૂપી રીતે પાપ કર્યું છે. એટલે ઈશ્વર તને સજા કરે છે.’ તેઓએ એમ પણ કહ્યું કે ‘આપણી ભક્તિથી ઈશ્વર ખુશ થતા નથી. પોતાના ભક્તો પર તેમને જરાય ભરોસો નથી.’ પણ અયૂબે તેઓના ખોટાં વિચારો માન્યા નહિ. તેમણે પૂરી શ્રદ્ધાથી કહ્યું કે ‘હું છેલ્લા દમ સુધી યહોવાને ભજતો રહીશ.’ અયૂબ અને આ મિત્રો વચ્ચેની વાતચીત અયૂબના પુસ્તકમાં જોવા મળે છે.

જોકે અયૂબને મન પોતે જે કરતા એ જ ખરું હતું. પણ એ તેમની ભૂલ હતી. અયૂબના બીજા એક મિત્ર અલિહૂ આ ચાર જણની ચર્ચા ધ્યાનથી સાંભળતા હતા. અયૂબ અને બીજા મિત્રોથી તે વયમાં નાના હતા. તેમણે અયૂબને સમજાવ્યું કે કોણ ખરું છે એ સાબિત કરવું જરૂરી નથી. પણ યહોવા પર શેતાને મૂકેલો આરોપ દૂર કરવા શું કરી શકાય, એનો વિચાર કરવો જોઈએ. એ પછી અલિહૂએ પેલા નામ પૂરતા ત્રણ મિત્રોને ઠપકો આપ્યો.

પછી યહોવાએ અયૂબ સાથે વાત કરી. અનેક પ્રાણીઓ અને સૃષ્ટિની રચના વિષે જણાવ્યું. એનાથી અયૂબ જોઈ શક્યા કે ઈશ્વરમાં કેટલી શક્તિ ને ડહાપણ છે. એની સરખામણીમાં માણસ કંઈ જ નથી. અયૂબે નમ્ર રીતે પોતાની ભૂલ સ્વીકારી. વિચારોમાં સુધારો કર્યો. બાઇબલ કહે છે, ‘યહોવા ઘણા દયાળુ તથા કૃપાળુ છે.’ (યાકૂબ ૫:૧૧) એટલે યહોવાએ અયૂબને સાજા કર્યા. તેમણે જે માલ-મિલકત ગુમાવી હતી એનાથી બમણું પાછું આપ્યું. દસ બાળકોનો આશીર્વાદ આપ્યો. અયૂબ આકરી કસોટીમાં પણ યહોવાને વળગી રહ્યા એનાથી શું સાબિત થયું? એ જ કે શેતાન જૂઠો છે. કસોટીમાં પણ માણસ યહોવાને વળગી રહી શકે છે.

—આ માહિતી અયૂબમાંથી છે.

  • અયૂબ વિષે શેતાને શું કહ્યું?

  • યહોવાને વળગી રહીને અયૂબે શું સાબિત કર્યું?

શેતાને ઉઠાવેલા સવાલો

શેતાને એદન બાગમાં આ સવાલો ઉઠાવ્યા હતા: ‘શું યહોવા ઈશ્વરે વિશ્વ પર રાજ કરવું જોઈએ? શું યહોવા સર્વના ભલા માટે સારી રીતે રાજ કરી શકે?’ વર્ષો પછી શેતાને ઈશ્વરભક્ત અયૂબ પર શંકા કરી. તેણે કહ્યું કે અયૂબ સ્વાર્થને લીધે યહોવાને ભજે છે. એમ કરીને શેતાને અયૂબ પર જ નહિ, પણ સર્વ સ્વર્ગદૂતો અને મનુષ્યોની ભક્તિ પર શંકા ઉઠાવી. અયૂબનું પુસ્તક પુરાવો આપે છે કે સ્વર્ગદૂત હોય કે માણસ, બધા યહોવાને વળગી રહી શકે છે. એનાથી તેઓ સાબિત કરી શકે કે યહોવા જ વિશ્વ પર સારી રીતે રાજ કરી શકે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો