પાઠ ૧
ખુદ ઈશ્વર તમને સાથ આપવા માંગે છે
ઈશ્વર કહે છે, ‘આવ, તું મારી સાથે ચાલ!’ જરા વિચારો, કે તમે, હા તમે પોતે ઈશ્વરની સાથોસાથ ચાલી શકો છો! ‘અરે, શું એવું કદીયે બની શકે?’ હા. વર્ષોથી આજ સુધી ઈશ્વરે, ઈબ્રાહીમ જેવા અનેક ભક્તોને સાચા રસ્તે ચલાવ્યા છે. (યાકૂબ ૨:૨૩) ઈશ્વરે તેમના ભક્તોને હંમેશાં સાથ આપ્યો છે.
ઈશ્વર તમારો સાથ છોડશે નહિ. તમારા સગાં પણ તમને દગો દઈ શકે છે. પરંતુ ઈશ્વર ક્યારેય એમ નહિ કરે. (ગીતશાસ્ત્ર ૨૭:૧૦) બીજું કે, આજકાલ ઘણા લોકો પૈસાને પૂજે છે. પણ પૈસો આજે છે ને કાલે નથી. (માથ્થી ૬:૧૯) જો ઈશ્વર આપણી સાથે હોય તો બીજું શું જોઈએ?
તમે ઈશ્વરને છોડતા નહિ. આ પુસ્તકમાંથી તમે શીખો છો, એ દરેકને ગમશે નહિ. (માથ્થી ૧૦:૩૬, ૩૭) ત્યારે તમે કોનું સાંભળશો? ઈશ્વરનું કે સમાજનું? જો કોઈ તમને કહે કે શ્વાસ લેવાનું બંધ કરો તો શું તમે કરશો? જરાય નહિ! તો પછી, તમે આ પુસ્તકમાંથી ઈશ્વર વિશે શીખવાનું બંધ ન કરો. તે જ તમને સુખી રાખશે.—યોહાન ૧૭:૩.