વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g16 નં. ૪ પાન ૧૦-૧૧
  • અદ્‍ભુત પદાર્થ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અદ્‍ભુત પદાર્થ
  • સજાગ બનો!—૨૦૧૬
  • સરખી માહિતી
  • તમારી પાસે પેન્સિલ છે?
    સજાગ બનો!—૨૦૦૭
  • આપણા લોહીમાં રહેલા અજાયબ લાલ કોષો
    સજાગ બનો!—૨૦૦૬
  • હીમોગ્લોબિન અણુ ઈશ્વરની એક અજાયબ રચના
    સજાગ બનો!—૨૦૧૧
  • શા માટે હીરા આટલા કિંમતી હોય છે?
    સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૨૦૧૬
g16 નં. ૪ પાન ૧૦-૧૧

અદ્‍ભુત પદાર્થ

કાર્બનના અણુઓ

નેચર્સ બિલ્ડિંગ બ્લોગ્સ પુસ્તક જણાવે છે, “જીવનમાં કાર્બન કરતાં વધારે કામમાં બીજો કોઈ પદાર્થ આવતો નથી.” કાર્બનનો એક વિશિષ્ટ ગુણધર્મ છે, એ પોતાની સાથે કે બીજા પદાર્થ સાથે જોડાઈ શકે છે. એટલે, એમાંથી લાખો પદાર્થો અસ્તિત્વમાં આવ્યા છે. એમાંથી ઘણા પદાર્થો હજુ શોધવામાં આવી રહ્યા છે કે કૃત્રિમ રીતે બનાવવામાં આવી રહ્યા છે.

કાર્બનના અણુઓ જોડાયને અલગ અલગ આકાર રચે છે, જેમ કે સાંકળ, ત્રિકોણ, વર્તુળ, પડ અને ટ્યૂબ. એનાં ઉદાહરણો નીચે આપ્યાં છે. ખરેખર, કાર્બન ઘણો અદ્‍ભુત પદાર્થ છે.

હીરો

હીરો

કાર્બનના અણુઓ ભેગા મળીને ત્રિકોણ જેવી રચના બનાવે છે, જેને ટેટ્રાહેડ્રોન્સ કહે છે. એના લીધે હીરાનું માળખું એકદમ નક્કર બને છે. કુદરતી રીતે મળી આવતો સૌથી સખત પદાર્થ હીરો છે. એકદમ સારા હીરાની રચનામાં કાર્બનના અણુઓનું એક જ બંધારણ હોય છે.

ગ્રેફાઇટ

પેન્સિલ

જાણે કાગળની થપ્પી હોય એ રીતે, કાર્બનના અણુઓના પડ હોય છે, જે એકબીજા પરથી સહેલાઈથી સરકે છે. આ ગુણધર્મને લીધે ગ્રેફાઇટ સૌથી સારું ઊંજણ (લુબ્રિકન્ટ) છે અને પેન્સિલમાં પણ વપરાય છે.a

ગ્રાફેન

પેન્સિલનો લિસોટો

આ કાર્બનના અણુઓનું એક પડ છે. આ અણુઓ ષટ્‌કોણ આકારના, એકબીજાથી જોડાયેલા અને જાળી જેવા આકારના હોય છે. ગ્રાફેનની તાણ સહેવાની ક્ષમતા સ્ટીલ કરતાં અનેક ગણી વધારે હોય છે. પેન્સિલના એક લિસોટામાં ગ્રાફેનના અમુક અણુઓ એક કે અનેક પડ સ્વરૂપે હોય છે.

ફુલેરિન્સ

ફુલેરિન્સ

આ બંધારણમાં કાર્બનના અણુઓ સૂક્ષ્મ બોલ અને નાની ટ્યૂબના (નેનોટ્યૂબના) બનેલા હોય છે. એને માપવા નેનોમીટર કે મીટરનો અબજમો ભાગ વપરાય છે.

સજીવ

કાર્બન ધરાવતા કોષ

છોડ, પ્રાણીઓ અને માણસોના કોષ કાર્બનની રચનાને આધારે હોય છે, જે કાર્બોહાઇડ્રેડ, ચરબી અને એમિનો એસિડમાં જોવા મળે છે. (g16-E No. 5)

‘ઈશ્વરના અદૃશ્ય ગુણો, બનાવવામાં આવેલી વસ્તુઓ પરથી પારખી શકાય છે.’—રોમનો ૧:૨૦.

a “તમારી પાસે પેન્સિલ છે?” જુલાઈ ૨૦૦૭નું સજાગ બનો! જુઓ.

તારો

તારાઓની અંદર બનતો પદાર્થ—કાર્બન

વૈજ્ઞાનિકોને લાગે છે કે રેડ જાયન્ટ તરીકે ઓળખાતા તારાઓમાં, ત્રણ હિલયમ ન્યૂક્લીઆઇ ભેગા થવાથી કાર્બન બને છે. હિલયમને ભેગા થવા માટે અમુક ખાસ સ્થિતિ હોવી એકદમ જરૂરી છે. ભૌતિક વૈજ્ઞાનિક પોલ ડેવિસ લખે છે, ‘જો ભૌતિક વિજ્ઞાનના નિયમોમાં ફેરફાર થાય, એકદમ થોડો ફેરફાર થાય, તો આ બ્રહ્માંડ, જીવસૃષ્ટિ કે મનુષ્યનું નામનિશાન ન રહે.’ તો પછી, એ ક્રિયા પાછળ કોણ જવાબદાર છે? અમુક કહે છે, એ એની મેળે થઈ ગયું. અમુક કહે છે, બુદ્ધિશાળી સર્જનહારે એ રચ્યું છે. તમને કયો જવાબ ગળે ઉતરે એવો લાગે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો