વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૪/૧૩ પાન ૧૬
  • અગામા ગરોળીની પૂંછડી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અગામા ગરોળીની પૂંછડી
  • સજાગ બનો!—૨૦૧૩
  • સરખી માહિતી
  • વનસ્પતિની સુંદર પૅટર્ન
    સજાગ બનો!—૨૦૦૬
સજાગ બનો!—૨૦૧૩
g ૪/૧૩ પાન ૧૬

આનો રચનાર કોણ?

અગામા ગરોળીની પૂંછડી

અગામા ગરોળી સમથળ સપાટી પરથી ઊભી દીવાલ પર સહેલાઈથી કૂદી શકે છે. પણ જો એ સપાટી લપસણી હોય તો એના પગ લપસી જતા હોય છે. તોપણ, એનો કૂદકો એકદમ બરાબર હોય છે. કઈ રીતે? એનું રહસ્ય છે, એની પૂંછડી.

જાણવા જેવું: પૂરી પકડ આપતી ખરબચડી સપાટી પરથી અગામા કૂદે છે ત્યારે, પહેલાં તો પોતાનું શરીર સ્થિર રાખે છે અને પોતાની પૂંછડી નીચે જમીન તરફ રાખે છે. આમ, એને સરખી રીતે કૂદવા મદદ મળે છે. જ્યારે સપાટી લપસણી હોય, ત્યારે એ પોતાની પકડ ગુમાવી બેસે છે અને ઘણી વાર બરાબર રીતે કૂદકો મારી શકતી નથી. પરંતુ, ગરોળી હવામાં હોય છે ત્યારે પોતાની પૂંછડી ઉપરની તરફ ઉછાળીને શરીરને બરાબર કરી દે છે. આ ક્રિયા જટિલ છે. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બેર્કેલીનો અહેવાલ જણાવે છે: “હવામાં હોય છે ત્યારે પોતાની પૂંછડી ઉપરની તરફ રાખવા ગરોળી સતત પ્રયત્ન કરતી રહે છે.” સપાટી જેટલી લપસણી હોય, એટલો જ વધારે પ્રયત્ન ગરોળી પોતાની પૂંછડી ઊંચી રાખવા કરે છે, જેથી એ સલામત રીતે કૂદી શકે.

અગામાની પૂંછડી કદાચ એન્જિનિયરોને એવા રોબોટ (એજિલ રોબોટીક વ્હીકલ) બનાવવા મદદ કરી શકે, જે ભૂકંપ કે બીજી હોનારતો પછી બચી ગયેલાઓને શોધવા માટે વપરાય. એક સંશોધક થોમસ લીબી જણાવે છે: “રોબોટ્‌સ પ્રાણીઓ જેટલા ચપળ તો નથી, પણ કશાકથી એને વધારે કાર્યશીલ બનાવી શકાય તો એ મોટી વાત કહેવાશે.”

વિચારવા જેવું: અગામા ગરોળીની પૂંછડી શું પોતાની મેળે આવી કે પછી એનો કોઈ રચનાર છે? ◼ (g13-E 02)

[પાન ૧૬ પર ચિત્ર]

© Ariadne Van Zandbergen

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો