તેઓએ ખુશીથી ભેટ લીધી
સ્વિટ્ઝર્લૅન્ડના બાઝલ શહેરમાં, એક સ્કૂલના શિક્ષકે બાળકોને મનગમતા વિષય પર ૧૦ થી ૧૫ મિનિટ બોલવા કહ્યું. પંદર વર્ષની રોઝીએ “યુવાનો—તમારી યુવાનીનો સૌથી સારો ઉપયોગ કરો,” વિષય પસંદ કર્યો.
“આ કેવો વિષય છે?” તેના ક્લાસના વિદ્યાર્થીઓએ પૂછ્યું, “શું તું ડ્રગ્સ વિષે કંઈ બોલવાની છે?”
“હું જણાવીશ ત્યારે જોજો,” રોઝીએ કહ્યું.
રોઝીએ તેનો ભાગ રજૂ કર્યો પછી, વિદ્યાર્થીઓએ ખૂબ જ તાળીઓ પાડી. રોઝી જણાવે છે: “આપણી યુવાનીનો સૌથી સારો ઉપયોગ કઈ રીતે કરવો એ જણાવવા, મારા માટે પંદર મિનિટ બહુ ઓછી હતી.” તેથી તેણે ક્લાસને કહ્યું: “હું તમારા બધા માટે એક ભેટ લાવી છું.” તેણે બધા વિદ્યાર્થીઓને, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પુસ્તકની કુલ ૨૦ પ્રતો આપી. તેણે એ પુસ્તકોને સુંદર રંગીન પેપરમાં પેક કરીને, એના પર દરેક વિદ્યાર્થીનું નામ લખ્યું હતું.
બધાએ ખુશીથી એ પુસ્તકનો સ્વીકાર કર્યો અને એની અનુક્રમણિકા જોવા લાગ્યા. એ પુસ્તકમાં સરસ વિષયો છે, જેમ કે: “મારા માબાપ મને વધુ સ્વતંત્રતા આપે એવું હું કઈ રીતે કરી શકું?,” “હું ખરા મિત્રો કઈ રીતે બનાવી શકું?,” “મારે કઈ કારકિર્દી પસંદ કરવી જોઈએ?,” “લગ્ન પહેલાંની જાતીયતા વિષે શું?,” અને “હું ખરો પ્રેમ કઈ રીતે ઓળખી શકું?”
આ પુસ્તકના કુલ મળીને ૩૯ વિષયો છે. જો તમને એના વિષે વધારે જાણવું હોય તો, નીચેની કુપન ભરીને એના પર આપેલા સરનામે અથવા આ મેગેઝિનના પાન પાંચ પરના યોગ્ય સરનામે મોકલી આપો.
□ પ્રશ્ન જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, પુસ્તક વિષે મને વધુ માહિતી મોકલો.
□ મફત બાઇબલ અભ્યાસ માટે મારો સંપર્ક કરો.