એક પુસ્તક કે જે લગ્નોને બચાવવામાં મદદ કરી શકે
ગયા વર્ષે લુઈઝિઍના, યુ.એસ.એ.ની લેસલી નામની સ્ત્રીને ટુલેન યુનિવર્સિટીના પ્રતિનિધિએ ફોન કર્યો. તે પ્રતિનિધિએ કહ્યું કે લુઈઝિઍનામાં ટુલેન તથા બીજી યુનિવર્સિટીઓ નવયુગલો પર સર્વેક્ષણ કરી રહી છે.
સર્વેક્ષણમાં ભાગ લેવા સહમત થયા પછી, તે સ્ત્રીને પ્રશ્નોત્તરી મળી. તેણે એ ભરીને મોકલી અને એની સાથે કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક પણ મોકલ્યું. તેણે સમજાવ્યું કે તે અને તેના પતિ યહોવાહના સાક્ષીઓ છે અને લગ્નની તૈયારીરૂપે તેઓએ આ પુસ્તકનો સાથે મળીને અભ્યાસ કર્યો હતો.
થોડા અઠવાડિયાં પછી, તેને યોજના નિર્દેશક તરફથી એક પત્ર મળ્યો, જેમણે લખ્યું હતું: “અમે આશા રાખીએ છીએ કે તમે અને તમારા પતિ જેવાં યુગલો, લગ્નને મજબૂત અને સુખી બનાવવા શું કરવું જોઈએ એ અમને શીખવો. તમે બંને જુદી જુદી પાર્શ્વભૂમિકામાંથી આવ્યા છો એ હકીકત ખૂબ મહત્ત્વની છે કારણ કે લગ્નમાં એ વારંવાર તણાવ ઊભા કરે છે. પરંતુ લગ્ન માટેની તમારી પૂર્વતૈયારી, ખાસ કરીને તમે મોકલેલ પુસ્તક જેવી માહિતીઓ, ગમે તેવા પડકારોનો સામનો કરવામાં તમને મદદ કરશે. ખરેખર, લગ્ન માટે ધાર્મિક પાયો સૌથી મહત્ત્વની બાબત છે. એ કેટલું સારું છે કે તમારો વિશ્વાસ મજબૂત છે અને તમે પરમેશ્વરની મદદ પર આધાર રાખો છો.
“તમે મોકલાવેલ પુસ્તક હું મારા ટેબલ પર જ રાખું છું અને મારા વિદ્યાર્થીઓ લગ્ન વિષે કોઈ સલાહ પૂછવા આવે છે ત્યારે હું તેઓને એમાંથી જ બતાવું છું. મેં આ અજોડ પુસ્તક ક્યારેય જોયું ન હતું અને એ ખરેખર અદ્ભુત છે.”
અમે માનીએ છીએ કે તમને પણ આ પુસ્તક મૂલ્યવાન લાગશે. તમારે એની વધુ માહિતી જોઈતી હોય તો, કૃપા કરીને આની સાથે આપેલી કૂપન ભરો અને કૂપન પર આપવામાં આવેલા સરનામે અથવા આ સામયિકના પાન ૫ પર આપેલા યોગ્ય સરનામે મોકલો. તમે ખાસ સૂચનો મેળવશો કે જે સમસ્યાઓ હલ કરવામાં અને પરમેશ્વર ઇચ્છે છે એવું સુખી કૌટુંબિક જીવન બનાવવામાં તમને મદદ કરશે.
□ કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક વિષે મને વધુ માહિતી મોકલો.
□ વિનામૂલ્યે બાઇબલ અભ્યાસ માટે મારો સંપર્ક સાધો.