આવો
સાચી આશાનો
સંદેશો સાંભળો
તમે જાહેર વ્યાખ્યાન, “ભાખ્યા પ્રમાણે—સર્વ વસ્તુઓ નવી બનાવવી”માં આવો સંદેશો સાંભળશો, જે આ વર્ષના યહોવાહના સાક્ષીઓના ડિસ્ટ્રીક્ટ મહાસંમેલન “દેવનો પ્રબોધકીય શબ્દ”માં આપવામાં આવશે. અનેક લોકોને આશા છે કે ૨૦૦૦નું વર્ષ માણસજાત માટે આશીર્વાદો લાવશે.
“સહસ્ત્રવર્ષાવધિનો અર્થ થાય છે આપણે એક ખરેખરી ભયંકર સદીમાંથી હાથ ધોઈ નાખવા,” એક યુનિવર્સિટીના પ્રાધ્યાપકે નોંધ્યું. અને “૨૦૦૦નું વર્ષ કૅલેન્ડર પ્રમાણે તો કેવળ બીજું વર્ષ છે” છતાં, મેકલિનના સામયિકે કહ્યું: “સાચે જ નવી શરૂઆતથી એ નોંધપાત્ર પ્રસંગ બની શકે.” તેમ છતાં, અનુભવ સૂચવે છે કે એ અશક્ય છે.
“નવી શરૂઆત” લાવવા માટેના માનવ પ્રયત્નો કાયમ માટે નિષ્ફળ ગયા છે. તો પછી, ૧,૯૦૦ કરતાં વધુ વર્ષ અગાઉ દેવે આપેલા વચનને આપણે શા માટે માનીએ છીએ, “જુઓ, હું સઘળું નવું બનાવું છું.” (પ્રકટીકરણ ૨૧:૫) આ હૃદયોત્તેજક જાહેર વાર્તાલાપમાં ખાતરી કરાવતાં કારણો આપવામાં આવશે. આ મહિનાની શરૂઆતથી, તમે તમારા નજીકના સ્થળે એ સાંભળી શકો, એ જગત ફરતે સેંકડો મહાસંમેલનોમાં આપવામાં આવશે.
સ્થાનિક યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધો, અથવા તમારી નજીકના મહાસંમેલનના સ્થળ માટે આ સામયિકના પ્રકાશકોને લખો. ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૯ના અમારા સાથી સામયિક, ચોકીબુરજમાં યુનાઈટેડ સ્ટેટ્સ, કૅનેડા, બ્રિટન, અને આયર્લૅન્ડમાંના સર્વ મહાસંમેલન સ્થળોનાં સરનામાઓની સૂચિ આપવામાં આવી છે.