આવો, વિનામૂલ્યે જાહેર ભાષણ સાંભળો
“અનંતજીવનનો
એક માત્ર માર્ગ”
લગભગ ૨૦ વર્ષ પહેલાં, ડૉ. એલ્વીન સીલ્વારસ્ટીને તેમના પુસ્તક મૃત્યુ પર વિજય (અંગ્રેજી)માં લખ્યું: “આપણે જીવનના તાણાવાણા ઉકેલીશું. આપણે સમજીશું . . . કે કઈ રીતે વ્યક્તિ વૃદ્ધ થાય છે.” તેણે એમ પણ ભાખ્યું: “ત્યાં કોઈ ‘વૃદ્ધ’ નહિ હોય, કેમ કે જે જ્ઞાન મૃત્યુ પર વિજય લાવશે, એ જ જ્ઞાન અનંત યુવાની પણ લાવશે.”
તાજેતરમાં, સપ્ટેમ્બર ૨૮, ૧૯૯૭ના ન્યૂ યૉર્ક ટાઈમ્સ મેગેઝીનના લેખે “લાંબા જીવન”ના આશાવાદ વિષે અહેવાલ આપ્યો, જે તંદુરસ્તી વિષે સજાગ અસંખ્ય લોકો, જેઓ આજની ટેકનોલૉજીની પ્રગતિ વિષે ઉત્સાહી છે, તેઓએ આપ્યો. એક ઉત્સાહી વ્યક્તિએ કહ્યું કે, “મને ખરેખર લાગે છે કે હંમેશ માટે જીવનાર પ્રથમ પેઢી આપણે હોય શકીએ.” બીજાએ “આનંદી મિજાજથી વિશ્વાસ સહિત” કહ્યું હતું કે “આનુવંશિકશાસ્ત્રની ટેકનોલૉજી જલદી જ પ્રાપ્ય બનશે જે [આ પેઢી]ની વય વૃદ્ધિ અટકાવશે અને કદાચ વય વૃદ્ધિ ઘટી પણ શકે.” શું આવો આશાવાદ તમને આશ્ચર્ય પમાડે છે?
શું તમે માનો છો કે માણસ તેની ટૅકનોલોજીથી મરણને જીતી શકશે? અથવા હંમેશ માટે જીવવાની બીજી કોઈ રીત છે? જગતવ્યાપી લાખો લોકોને ખાતરી થઈ છે કે અનંતજીવન સાચે જ અનુભવાશે. યહોવાહના સાક્ષીઓના ડિસ્ટ્રીક્ટ મહાસંમેલન “જીવનનો દૈવી માર્ગ” ખાતે “અનંતજીવનનો એક માત્ર માર્ગ” વિષય પર રોમાંચિત વાર્તાલાપ સાંભળવાનું આમંત્રણ સ્વીકારીને શીખો કે એ કઈ રીતે શક્ય છે. એ તમે તમારા નજીકના સ્થાને સાંભળી શકશો, જે આ વર્ષમાં ભરવામાં આવેલાં જગતવ્યાપી હજારો મહાસંમેલનોમાં આપવામાં આવશે.
સ્થાનિક રીતે યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધો, અથવા તમારી સૌથી નજીકના સંમેલન સ્થાન માટે આ સામયિકના પ્રકાશકોને લખો.