વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧/૮ પાન ૧૯
  • શું ત મે જા ણો છો ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું ત મે જા ણો છો ?
  • સજાગ બનો!—૧૯૯૮
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧/૮ પાન ૧૯

શું ત મે જા ણો છો ?

(આ કોયડાના ઉકેલ આપેલ બાઇબલ અવતરણોમાં મળી શકે, અને જવાબોની પૂરી યાદી પાન ૨૭ પર છાપેલ છે. વધારે માહિતી માટે, વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અંગ્રેજી પ્રકાશન “શાસ્ત્રવચનો પર અંતર્દૃષ્ટિ” જુઓ.)

૧. શાસ્ત્રીઓ અને ફરોશીઓ પર તહોમત મૂકતી વખતે, ઈસુ કહે છે કે કોણે “મંદિરની તથા હોમવેદીની વચ્ચે . . . મારી નાખ્યો.” (માત્થી ૨૩:૩૫)

૨. બિન્યામીનનો પ્રથમજનિત દીકરો કોણ હતો? (ઉત્પત્તિ ૪૬:૨૧)

૩. કયો હારૂનના વંશનો યાજક વિખ્યાત શાસ્ત્રી અને નિયમશાસ્ત્રનો શિક્ષક હતો? (નહેમ્યાહ ૮:૧, ૨)

૪. વાસ્તવમાં જ્ઞાની થવા માટે એક વ્યક્તિએ જગતની દૃષ્ટિમાં શું બનવું જોઈએ? (૧ કોરીંથી ૩:૧૮, ૧૯)

૫. કાનનો નીચલો ભાગ શું કહેવાય છે? (લેવીય ૧૪:૧૪)

૬. પાઊલ કહે છે કે દ્રવ્યના લોભના શું પરિણામ આવે છે? (૧ તીમોથી ૬:૧૦)

૭. હઝકીએલના સંદર્શનમાં આકાશી રથની “ભોંય” શાને મળતી આવતી હતી? (હઝકીએલ ૧:૨૨)

૮. પાઊલને બંદીવાન બનાવીને રોમ લઈ જતી વખતે, એ ખાડીનું નામ શું હતું જ્યાં નાવિકોને ભય હતો કે પોતાનું વહાણ અથડાઈ પડશે? (પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૧૭)

૯. હારૂનની લાકડી કયા ઝાડની હતી? (ગણના ૧૭:૮)

૧૦. લોટ પોતાના મહેમાનોને ટોળાઓથી બચાવવા માટે કઈ હદ સુધી ગયો? (ઉત્પત્તિ ૧૯:૬-૮)

૧૧. મેમફીસના મિસરી નગરનું બાઇબલ નામ શું છે? (યશાયાહ ૧૯:૧૩)

૧૨. માદા લાલ હરણને શું કહેવામાં આવે છે? (નીતિવચન ૫:૧૯)

૧૩. કયા જંતુઓને એમના સંબંધિત જટિલ સામાજિક સંગઠનને કારણે એક “પ્રજા” કહેવામાં આવી છે? (નીતિવચન ૩૦:૨૫)

૧૪. યહુદાની સ્ત્રીનો કનાની પિતા કોણ હતો? (ઉત્પત્તિ ૩૮:૨)

૧૫. ગધેડો અને ઘોડીના વર્ણસંકર સંતાનને શું કહેવામાં આવે છે? (૨ શમૂએલ ૧૩:૨૯)

૧૬. કઈ બાબત “યહોવાહને કંટાળારૂપ છે”? (નીતિવચન ૧૨:૨૨)

૧૭. એલીયાહને કહેવામાં આવ્યું હતું કે ઈસ્રાએલમાં ૭,૦૦૦ છે જે કયા જૂઠા દેવને નમ્યાં નથી? (૧ રાજા ૧૯:૧૮)

૧૮. શેઓલ અને હાડેસ માટે હિબ્રુ અને ગ્રીક શબ્દોનું ભાષાંતર કરવા માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેણે મૂએલાઓનું શું થાય છે એ બાબતે ગૂંચવણ ઊભી કરી છે? (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૧, કિંગ જેમ્સ વર્શન)

૧૯. કોણે ખોટું મૂલ્યાંકન કર્યું કે ન્યાયી હાન્‍નાહ પીધેલી છે? (૧ શમૂએલ ૧:૧૩)

૨૦. રોમના મંડળમાં પાઊલે કોને “ખ્રિસ્તમાં માનવંતા” કહ્યો? (રૂમી ૧૬:૧૦)

૨૧. અન્ય ૧૧માંથી કોઈ પણ કરતાં કયા પ્રેષિતના સૌથી વધુ કથનો સુવાર્તાઓમાં નોંધવામાં આવ્યા છે? (માત્થી ૧૫:૧૫)

૨૨. શું જાહેર કરવાથી પાઊલ કોરડા ખાવાથી બચી ગયો? (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૨૫-૨૯)

૨૩. દફનાવવા માટે ઈસુના દેહને તૈયાર કરતી વખતે નિકોદેમસે કયા બે તેજાનાનો ઉપયોગ કર્યો? (યોહાન ૧૯:૩૯)

૨૪. એક પ્રસંગે ઈસુએ કેટલા રક્તપિત્તીઆઓને સાજા કર્યા હતા જ્યારે કે તેમનો આભાર માનવા માટે ફક્ત એક જ પાછો ફર્યો? (લુક ૧૭:૧૨-૧૯)

૨૫. નિયમે કેવા દુ:ખગ્રસ્ત વ્યક્તિને શાપ ન આપવાને કહ્યું, કેમ કે તે પોતાનો બચાવ નહોતો કરી શકતો. (લેવીય ૧૯:૧૪)

કોયડાના ઉકેલો

૧. ‘બારખીઆના દીકરા ઝખાર્યાહʼને

૨. બેલા

૩. એઝરા

૪. મૂર્ખ

૫. ટીશી

૬. “પાપ,” જેમાં ‘વિશ્વાસથી ભટકી જવું’ શામેલ છે.

૭. ‘અદ્‍ભુત સ્ફટિકના તેજ’

૮. સીર્તસ

૯. બદામ

૧૦. તેણે તેમને પોતાની દીકરીઓ આપવાની રજૂઆત કરી

૧૧. નોફ

૧૨. હરણી

૧૩. કીડીઓને

૧૪. શૂઆ

૧૫. ખચ્ચર

૧૬. જૂઠા હોઠો

૧૭. બઆલ

૧૮. નરક

૧૯. પ્રમુખયાજક એલી

૨૦. આપેલેસ

૨૧. પીતર

૨૨. કે તે રૂમી હતો

૨૩. બોળ અને અગર

૨૪. દસ

૨૫. બહેરાપણાથી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો