અમારા વાચકો તરફથી
પહેલાથી છેલ્લા પાન સુધી વાંચો સજાગ બનો! મને હંમેશા ગમ્યું છે, પરંતુ હું ફક્ત મારું ધ્યાન ખેંચતા લેખો જ વાંચતી. હવે હું સામયિક પહેલાથી છેલ્લા પાન સુધી વાંચુ છું જેનાથી પહેલા હું છોડી દેતી એવા વિષયો ગમવા લાગ્યા છે. દાખલા તરીકે, મેં હમણાં જ “પ્રાચીન અમેરિકન ઇન્ડિયનની પ્રણાલી” (અવેક! માર્ચ ૮, ૧૯૯૬), વાંચવાનો પૂરો કર્યો, અને મને એ ખરેખર ગમ્યો!
ઈ. એ. એસ., બ્રાઝિલ
બીજાઓને માઠું લગાડવું “બાઇબલનું દૃષ્ટિબિંદુ: તમે બીજાને માઠું લગાડો ત્યારે શું કરવું” (માર્ચ ૮, ૧૯૯૬) લેખ બરાબર યોગ્ય સમયે આવ્યો. એક ખ્રિસ્તી બહેને અચાનક મારી સાથે બોલવાનું બંધ કર્યું. મેં તેને પૂછ્યું કે મેં એવું કંઈક કર્યું હતું જેનાથી તેને માઠું લાગ્યું હોય, અને મેં માફી માંગી. પરંતુ એમ કરવાથી તેની વર્તણૂકમાં કોઈ બદલાણ ન આવ્યું. મને એનાથી ઊંડુ દુઃખ થયું અને વિચારવા લાગી કે યહોવાહને મારી સેવા સ્વીકાર્ય ન હતી. લેખનો છેલ્લો ફકરો વાંચવાથી મને કેવો દિલાસો મળ્યો! એણે કહ્યું કે “એક વખત તમે સલાહ કરવા પ્રયત્ન કર્યો છે તેથી, યહોવાહ તમારી ઉપાસના ખુશીથી સ્વીકારશે.”
એમ. આર., આર્જેન્ટિના
નાગ “શું તમને નાગને મળવાનું ગમશે?” (એપ્રિલ ૮, ૧૯૯૬) લેખ ઘણો જ રસપ્રદ હતો. પરંતુ પાન ૧૨ પરનો કેપ્શન વાંચે છે: “કાળો નાગ ઉષ્મ ખડક પર તાપ ખાય છે ત્યારે પોતાની ફેણ ફેલાવે છે.” મને ખ્યાલ છે ત્યાં સુધી, નાગને જોખમ જણાય અથવા તેને છંછેડવામાં આવે ફક્ત ત્યારે જ પોતાની ફેણ ફેલાવે છે.
આર. એફ., જર્મની
આ બાબત લેખમાં પાન ૧૪, ફકરા ૧માં અને પાન ૧૬, ફકરા ૨માં સમજાવવામાં આવી હતી. ભારતમાંના અમારા ખબરપત્રી કહે છે કે ચિત્રમાં નાગ ફોટોગ્રાફરના મદદનીશે કરેલી ઉશ્કેરણીનો પ્રત્યાઘાત પાડી રહ્યો હતો.—તંત્રી.
અપંગ ડ્રાઈવર “અપંગ—છતાં વાહન ચલાવી શકું છું” (જૂન ૮, ૧૯૯૬) લેખ બરાબર યોગ્ય સમયે આવ્યો. અપંગ વ્યક્તિ તરીકે, મને લાગ્યું કે મારું ખ્રિસ્તી સેવાકાર્ય ઘણું જ મર્યાદિત છે. યહોવાહનો આભાર કે હવે મારી પાસે રૂપાંતર કરવામાં આવેલી કાર છે. અને આ લેખે મને મારું સેવાકાર્ય વિસ્તૃત કરવા ઉત્તેજિત કરી છે.
એ. એ. વી., બ્રાઝિલ
નૃત્ય કરવું મને નવરાશની વેળાએ ક્લાસિકલ, લૅટિન, અને હળવા પ્રચલિત સંગીતમાં નૃત્ય કરવાનું ગમે છે. “બાઇબલનું દૃષ્ટિબિંદુ: શું નૃત્ય કરવું ખ્રિસ્તીઓ માટે છે?” (જૂન ૮, ૧૯૯૬) લેખની મેં ખરેખર કદર કરી. એણે મને એ પ્રકારના આનંદપ્રમોદને વધુ ચાંપતી નજર હેઠળ રાખવા મદદ કરી. તમે ઉઠાવ્યો એ સ્વ-તપાસ કરતો પ્રશ્ન મને નિર્દોષ તથા “જગતથી પોતાને નિષ્કલંક” રાખવા મદદ કરશે.—યાકૂબ ૧:૨૭.
ડી. ડી. જી., ત્રિનિદાદ
હું ૧૫ વર્ષની છું, અને નૃત્ય કરવાની બાબત આવે છે ત્યારે યોગ્ય અને અયોગ્ય શું એ નક્કી કરવું મને ઘણું જ અઘરું લાગે છે. લેખે આપ્યું એ માર્ગદર્શનનો ઉપયોગ કરીને શું યોગ્ય છે એ હવે હું નક્કી કરી શકું છું.
એમ. આર., યુનાઈટેડ સ્ટેટ્સ
બહેરાઓ માટે ગોઠવણો હું બહેરી તથા આંધળી છું, અને “સંકેતો કરતા હાથ વડે પ્રાપ્ય કરવું” (અવેક! એપ્રિલ ૮, ૧૯૯૬) લેખ માટે તમારો આભાર માનવા માંગું છું. એ લેખ અમેરિકન સંકેત ભાષામાં યોજાએલા યહોવાહના સાક્ષીઓના ડિસ્ટ્રીક્ટ મહાસંમેલન “આનંદી સ્તુતિ કરનારા” વિષે કહે છે. એ જાણવું મારા માટે ઘણું જ ઉત્તેજનકારક હતું કે ઘણાં આંધળા તથા બહેરા લોકો ત્યાં હતાં. ડિસેમ્બર ૧૯૯૫માં અહીં અમારું મહાસંમેલન હતું ત્યારે, મારા માટે મહાસંમેલનના કાર્યક્રમનો અનુવાદ કરનારાઓ માટે હું ઘણી જ આભારી છું. હું કદી પણ બ્રેઈલી ભાષા શીખી નથી, તેથી બીજાઓને પ્રચાર કરવા માટે, મેં બાઇબલની ૧૨૧ કલમો યાદ રાખી છે. યશાયાહ ૩૫:૫, ૬ ખાતેના દેવના વચનની પરિપૂર્ણતા જોવાની મારી ઇચ્છા છે, જે બહેરાના સાંભળવા વિષે અને મૂંગાના બોલવા વિષે કહે છે. આવનાર પારાદેશમાં હું યહોવાહની સ્તુતિ ગાઈ શકવા શક્તિમાન હોઉં એમ ઇચ્છું છું!
એ. એફ. એ., આર્જેન્ટિના